સરકારી દારૂની દુકાન પર લાગી લાઈન- ભીડ કાબુમા લેવા પોલીસે કર્યો લાઠીચાર્જ

દિલ્હીના ચંદ્રનગર અને કાશ્મીરી ગેટ વિસ્તારમાં દારૂની દુકાન બહાર ભીડને કાબુ કરવા માટે પોલીસે લાઠીઓ ચલાવી છે. દારૂના શોપની બહાર લાંબી લાઈનો ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના ઘણા શહેરોમાં લાગેલી છે.લગભગ દોઢ મહિનાના lockdown બાદ સરકારે ગ્રીન ઝોનમાં દારૂની દુકાન ખોલવાની પરમિશન આપી છે.

પરંતુ લોકો અહીંયા સરકાર તરફથી જણાવવામાં આવેલ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ધક્કામુક્કી કરતા લોકો લાંબી લાઈનમાં ઉભેલા છે. પરંતુ આ ઢીલ પોલીસના માટે મોટો પડકાર બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ના સંક્રમણના સમયના આધારે આખા દેશમાં ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઓરેન્જ, રેડ અને ગ્રીન ઝોન. Lockdown ત્રણમાં ચાર મેથી લઈને 17મી સુધી છે. દેશમાં 25 માર્ચથી લાગુ થયેલું lockdown નું પહેલું ચરણ 14 એપ્રિલ સુધી હતું, જેનાબાદ વધારી 3 મે સુધી કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર ગમે તે ઝોન હોય ત્યાં હવા, રેલ, મેટ્રો યાત્રા ,સડક માર્ગથી, આંતરરાજ્ય આવા જાહી, સ્કૂલ-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પ્રશિક્ષણ તેમજ સંસ્થાઓ, હોટલ અને રેસ્ટોરન્ટ ,સહિત આતિથ્ય સત્કાર સેવાઓ બંધ રહેશે. સાર્વજનિક રૂપથી એકત્ર થવાના સ્થાનો જેવા કે gym, સિનેમા હોલ, બાર જેવા સ્થાનો પર પણ ભેગા થવા પર પ્રતિબંધ છે.

ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વાળંદની દુકાન, salon વગેરેને ખોલવાની પરવાનગી હશે.સાથે જ ઈ કોમર્સ કંપનીઓ આવશ્યક વસ્તુઓ ન હોય તેવી પણ વેચી શકે છે.આ ઉપરાંત મહોલ્લામાં આવેલી એકલદોકલ દુકાનો ખોલવાની પરવાનગી છે પરંતુ તે પણ કેટલીક શરતો સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *