સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઈન્ફોટેક સોફ્ટવેરની ઓફિસમાંથી શુક્રવારના રોજ મોડી સાંજે થયેલી 49.50 લાખના લૂંટ(Robbery of Rs 49.50 lakh) કેસમાં કતારગામ પોલીસ(Katargam Police) દ્વારા મોડી રાત્રે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ચપ્પુની અણીએ રોકડા ભરેલી બેગ લઈને બે અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા. મહત્વનું છે કે, લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ બંને લૂંટારુને રૂપિયા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
લુટારુઓ લૂંટ કરીને ગણતરીની સેકન્ડમાં જ ભાગી ગયા:
કતારગામ પોલીસે જણાવતા કહ્યું હતું કે, આંબાતલાવડી પાસે પરમહંસ સોસાયટીમાં રહેતા અને રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઈન્ફોટેક ઓફિસમાં સોફ્ટવેર ડેવલોપરની ઓફિસ ધરાવતા પાર્થ વિનોદભાઈ પાલડીયા શુક્રવારના રોજ સાંજે ભાઈ હર્ષદ સાથે ઓફિસમાં હજાર હતા. આ સમય દરમિયાન તેજસ પટેલ નામના વ્યક્તિ સોફ્ટવેર ખરીદ્યું હોવાને કારણે તેમના રૂપિયા 49.50 લાખ ભરેલી બેગ આપીને જઈ રહ્યા હતા. ત્યારે 2 અજાણ્યા લુંટારુ ઓફિસમાં ધુસી આવ્યા હતા અને હર્ષદભાઈને છરીની અણી બતાવીને તેમના હાથમા રહેલા રોકડા 49.50 લાખ ભરેલી બેગની લૂંટ કરી ગણતરીની સેકન્ડમાં ઘટનાને અંજામ આપીને નાસી છુટ્યા હતા.
લૂંટારૂઓને પોલીસને પકડી પાડવામાં પોતાના ચક્રો ગતિમાન કર્યા:
પાર્થ પાલડીયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે મામલાની પ્રથમ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોડી રાત્રે 2 અજાણ્યા લૂંટારુઓ દ્વારા રોકડ ભરેલા આ બેગની લૂંટ કરવામાં આવી હોવાની માહિતી મળી અને તેમના વિશેની સાબિતી મળી હતી. પુણા પોલીસે સોફ્ટવેર ડેવલોપર પાર્થ પાલડિયાની ફરિયાદના આધારે મોડી રાત્રે લૂંટનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.