આજે મોટા ભાગના લોકોને વજન વધવાની સમસ્યા છે. ઘણા લોકોનું કોઈને કોઈ કારણોસર વજન વધતું હોય છે. ત્યારે ઘણી મહેનત કરવા છતા પણ વજન ન ઘટે ત્યારે અંતે તેઓ સર્જરી કરાવતા હોય છે. જે ઘણી વાર જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું વજન 444 કિલો થઈ ગયું હતું. જ્યારે તેની સર્જરી થઈ ત્યારે તેનું વજન પણ 120 કિલો ઘટી ગયું હતું, પરંતુ આ પછી તેને હાર્ટ એટેક(Heart attack) આવ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું થયું.
મળતી માહિતી અનુસાર, એન્ડ્રેસ મોરેનો નામનો વ્યક્તિ મેક્સિકોનો રહેવાસી હતો. તેના જીવનમાં પોતાના વધતા વજનને કારણે ખુબ જ મુશ્કેલીઓ હતી. જેને પગલે તેણે સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. તેમજ સર્જરીને કારણે તેનું વજન સતત ઘટી પણ રહ્યું હતું, પરંતુ ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ભાવનાત્મક તણાવ અને હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
વધારે વજનના કારણે પત્નીએ છોડી દીધી:
2015માં એન્ડ્રેસ મોરેનોનું વજન 444 કિલો હતું, જેના કારણે તેને દુનિયાનો સૌથી જાડો માણસ કહેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન 2.8 થી 3.2 કિલો હોય છે, પરંતુ જ્યારે એન્ડ્રેસનો જન્મ થયો ત્યારે તેનું વજન 5.8 કિલો હતું. તે જ સમયે, જ્યારે તે 10 વર્ષનો હતો, ત્યારે તેનું વજન 82 કિલો થઈ ગયું હતું.
એનર્જી ડ્રિંકનો વ્યસની અને ડાયાબિટીસનો દર્દી, મોરેનો મોટો થયા બાદ પોલીસ ઓફિસર બન્યો અને પછી લગ્ન કર્યા. જેમ જેમ મોરેનો 20 વર્ષનો થયો, તેને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી અને તેની પત્ની તેના વધુ વજનને કારણે તેને છોડી ગઈ હતી. જેને પગલે મોરેનો ભાવનાત્મક તણાવમાં રહેવા લાગ્યો હતો. તેની પત્નીએ તેને છોડી દીધા પછી તેના મિત્રો અને કુટુંબીજનો તેમની મુલાકાત લેતા હતા અને તેઓ તેમને તેની સ્થિતિ વિશે જણાવતા હતા.
મરતા પહેલા 6 એનર્જી ડ્રિંક પીધા:
જાણવા મળ્યું છે કે, મોરેનો એનર્જી ડ્રિંક્સનો ખૂબ શોખીન હતો. સાથે જ એન્ડ્રેસે મૃત્યુના એક દિવસ પહેલા છ એનર્જી ડ્રિંક પીધા હતા, જે બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. મોરેનોને ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તરફથી સાઇન કરેલ રીઅલ મેડ્રિડ શર્ટ પણ મળ્યો, જેણે તેને ફિટ રહેવા માટે પ્રેરિત કર્યો. ત્યારે વજન ઘટાડવા માટે તેણે બાયપાસ સર્જરી કરાવી હતી અને ડોક્ટરોએ તેના પેટનો 70 ટકા ભાગ કાઢી નાખ્યો હતો.
જ્યારે મોનેરોને હાર્ટ એટેક આવ્યો ત્યારે 7 લોકોએ મળીને તેને સ્ટ્રેચર પર બેસાડ્યો, જેથી તેને હોસ્પિટલ લઈ જઈ શકાય. પણ તે બચી ન શક્યો. મોરેનો સતત પોતાનું વજન ઘટાડી રહ્યો હતો. તેણે 444 કિલોમાંથી સર્જરી કરાવી પોતાનું વજન 120 કિલો કર્યું હતું. પરંતુ 25 ડિસેમ્બર 2015ના રોજ તેમનું અવસાન થયું. ડૉક્ટરોએ તેમના મૃત્યુનું કારણ અનિયમિત ધબકારા અને હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું.
મેદસ્વી લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના વધુ હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, 65 કે તેથી વધુ ઉંમરના ઓછામાં ઓછા 68 ટકા લોકોને ડાયાબિટીસ અને હૃદય રોગ છે. ત્યારે અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ ધરાવતા લોકોમાં હૃદય રોગનું જોખમ બે થી ચાર ગણું વધારે હોય છે. સાથે જ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોએ પોતાનું વજન ઓછું કરવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.