જુઓ કેવી રીતે તારાપુર હાઈવે પર ‘લાલચુ પોલીસ’ ખોટી રીતે ઉઘરાવી રહી છે રૂપિયા -જુઓ વિડીયો

જોવા જઈએ તો પોલીસ અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહી છે થોડા દિવસ પહેલા સુરતના સિંગણપુર વિસ્તારના પી.આઈ એપી સલૈયા એ પોતાના વિદાય સમારંભમાં ૬૦ જેટલા લોકોની ભીડ એ પણ રાત્રી કર્ફ્યુ દરમિયાન ભેગી કરી હતી જેને કારણે પી.આઈ એપી સલૈંયાને સુરત પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ જોવા જઈએ તો સુરતમાં જ એક પોલીસ કર્મી દ્વારા ફાર્મ હાઉસમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં પણ જન્મદિવસની ધૂમધામપૂર્વક ઉજવણી કરતા નજરે ચડયા હતા જેમાં તેણે ન તો માસ્ક પહેર્યુ સાથે તેમણે કોરોના ગાઇડ લાઇનના ઉજાગરા ઉડાડયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે ફરી એક વખત એક પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ ટ્રક વાળા ડ્રાઇવર પાસેથી જબરદસ્તી રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને જો તેમની સામે અવાજ ઉઠાવવામાં આવે તો તેને માર પણ મારવામાં આવી રહ્યો છે.

તારાપુર હાઈવે પર પોલીસ દ્વારા ટ્રક ચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો ટ્રક ચાલકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છો. જેમાં ટ્રક ચાલકો પાસેથી પોલીસ વાળા ઘણા સમયથી જબરદસ્તી રૂપિયા ઉઘરાવે છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને જો તેમની સામે અવાજ ઉઠાવવામાં આવે તો તેમને માર પણ મારવામાં આવે છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

આ કરવામાં આવેલા આક્ષેપો પરથી સવાલ ઉભા થાય છે કે શું કોરોના કાળમાં પણ પોલીસ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું ચૂકતી નથી. ખોટી રીતે પોલીસ દ્વારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *