હાલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન થઇ ચુક્યું છે. લોકોને ઘરની બહાર નીકળવાની કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન પહેલા જ લોકોએ તેમના ઘરમાં ધાન્યનો પુરતો સંગ્રહ કરી રાખ્યો છે. એટલે લોકોને તેના ઘરમાં જમવા બાબતે કોઈ તકલીફ ના ઉભી થાય.
લોકડાઉનમાં લોકોએ તો પોતાનું રોજબરોજનું ઘરે ધાન્ય ભેગું કરી લીધું, પણ ગરીબ લોકો, કે જે રોજ દુકાનો માંથી જે મળે તે જમી લેતા હોય છે. તેવા લોકોનું શું થશે? ત્યારે આવા સમયે સુરત પોલીસે આવા ગરીબો માટે ભગવાન બનીને કાર્ય કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારના ફૂટપાથ પર ઘણા ભૂખ્યા ગરીબો બેસેલા હતા.
જેમણે છેલ્લા ઘણા દિવસોથી પેટમાં અન્નનો એક દાણો પણ નાખ્યો નથી. હવે આવા લોકોને ખાવાનું પૂરું પડવાનું કામ સુરત પોલીસ કરી રહી છે. ફૂટપાથ પર બેસેલા દરેક ગરીબોને જમાડીને મહાનતાનું કાર્ય કરી બતાવ્યું છે.
લોકડાઉન વચ્ચે સુરતના આ PI એ રસ્તા પર જઈ રહેલી ગર્ભવતી મહિલા માટે જે કાર્ય કર્યું તે જોઇને કહેશો ધન્ય છે… વાંચો વધુ
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/