‘રંગમાં પડ્યો ભંગ’ કુરીયરની ઓફીસમાં ધમધમી રહેલા જુગારધામ પર પોલીસ ત્રાટકી- 14 શકુનિઓની કરી ધરપકડ 

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક જુગારધામો(Gambling) પર પોલીસ ત્રાટકે છે અને જુગારીઓને પકડી પડે છે ત્યારે અવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. સુરતમાં આવેલ ઉધના(Udhana) વિસ્તારની અંદર સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે કુરીયરની ઓફીસ(Courier office)ને અંદરથી બંધ કરી જુગાર રમવામાં આવી રહ્યો હતો. પોલીસ બાતમીના આધારે આ જુગારધામ પર ત્રાટકી હતી અને 14 જેટલા જુગારીઓને ઉધના પોલીસે ઝડપી પડ્યા છે. મસ્ત મજાના ચાલતા જુગાર ધામ પર ઉધના પોલીસે દરોડા પડી તમામ લોકોની બાજી બગાડી નાખી હતી.

પોલિસે રોકડા રૂ.1.4 લાખ અને 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ગુરુવારે સાંજે સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે આવેલ દુકાન નં.S/12 ફેન્ડસ કુરીયરની અંદર બંધ દુકાનમાં છાપો મારી જુગાર રમતા કુરીયર સંચાલક સહિત 14 ને રંગે હાથે ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,03,960 અને રૂ.98 હજારની કિંમતના 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,01,960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝુગાર ધામમાં ઝડપાયેલા લોકો માં કુરીયરનું કામ કરનારા, શાકભાજીના વેપારીઓ, ટિફિન પાર્સલ સર્વિસ સાથે સંકળાયેલા લોકો , એમ્બ્રોઇડરીના વેપારી અને શ્રમજીવીઓ શામિલ છે. મસ્ત મજાના ચાલતા જુગાર ધામ પર ઉધના પોલીસે દરોડા પાડતા રંગમાં ભંગ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *