નવરાત્રીના રંગમાં ખાખીનો ભંગ: બિફોર ગરબા કાર્યક્રમમાં પોલીસના દરોડા, સુરતના પાર્ટી પ્લોટ સામે કરાઈ કડક કાર્યવાહી

સુરત(ગુજરાત): હાલ કોરોનાકાળ(Coronal period) હોવાથી મોટા નવરાત્રી આયોજનની મંજુરી(Approval for Navratri planning) આપવામાં આવી નથી. ત્યારે નવરાત્રી ગરબાને લઇને આણંદમાં મામલતદારે પોલીસ(Mamlatdar police in Anand) સાથે મળીને મોટી કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આણંદ(Anand)ના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસે(Police) અચાનક દરોડા પાડીને ગરબાના કાર્યકર્મનમાં ભંગ પાડ્યો હતો. જ્યારે સુરતમાં ઉમરા(Umra in Surat)માં આયોજિત ‘રાત્રી બીફોર નવરાત્રી'(Night before Navratri)ના આયોજનમાં પણ પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યું છે કે, મામલતદારની મંજૂરીથી આયોજકોએ આયોજન કર્યુ હતું, પણ પોલીસે બિફોર નવરાત્રી કાર્યક્રમ અંગે તપાસ શરુ કરી હતી. આમાં મામલતદારેનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું હતું. મંજૂરી બાદ પણ દરોડા પાડતા સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો હોવાથી આ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો મામલતદારે કર્યો હતો.

તેમને જણાવ્યું હતું કે, નવરાત્રીના દિવસો પૂરતી જ સરકારની ગાઈડલાઈન છે. મામલતદારે નવરાત્રીના દિવસો માટે મંજૂરી આપી છે તો બિફોર નવરાત્રીની ઉજવણી કેમ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, જાણીતા કલાકારને આણંદના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનમાં નિમંત્રણ આપ્યું હતું. પણ નવરાત્રી પહેલા જ ખેલૈયાઓ નિરાશ થયા હતા,. જો કે આયોજક સામે હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તેઠો પ્રશાશન સુઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસ સુરતમાં પાર્ટીપ્લોટમાં ગરબા ન થવા દેવા મારે તત્પર રહી છે. ઉમરામાં ‘રાત્રી બીફોર નવરાત્રી’ કાર્યક્રમમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પ્રિ નવરાત્રી આયોજન પીપલોદના શોર્ટ ગેમ ઝોનમાં કર્યુ હતું. તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર અને ‘બીફોર નવરાત્રી’ કાર્યક્રમ ન કરવા માટે પોલીસ કડક ચેતવણી જાહેર કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે ન કરવા માટે જાહેરાત કરી છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. નિયમો અનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન કરી શકે નહીં. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે. તેઓ કોઈ નિયમોનું ઉલ્ઘન કરશે નહીં.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 400 લોકો સુધીની છૂટ શેરી ગરબામાં આપવામાં આવી છે. જોકે ત્યારે પણ કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી. મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપી છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરવામાં આવશે.

સંઘવીએ વધુમાં  જણાવ્યું હતું કે, વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા રમી શકે છે. આ દરમિયાન નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 12 વાગ્યા સુધી જ ગરમા રમવાની છૂટ આપવામાં આવી છે. ગરબા ખૂબ મહત્વનો તહેવાર છે. ગુજરાતના હિતમાં આ નિણર્ય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *