સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનુ- પોલીસે દરોડા પાડતા થાઈલેન્ડની યુવતીઓ એવી હાલતમાં ઝડપાઈ કે…

Police raids at Red Pearl Spa on Dumas Road in Surat: થોડા સમય પહેલા પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પા સેન્ટરો પર દરોડા પાડી સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતું ત્યારપછી ફરી સ્પા સેન્ટરો ધમધમતા થઈ જવા પામ્યા હતા આજે સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થવા પામ્યો છે. સુરતનાં ડુમસ રોડ પરનાં રેડ પર્લ સ્પામાં (Police raids at Red Pearl Spa on Dumas Road in Surat) પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે બાતમીનાં આધારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી
સુરત પોલીસે આજે ડુમસ રોડ પર આવેલ રેડ પર્લ સ્પામાં પોલીસે રેડ કરી થાઈલેન્ડની મહિલાને દેહ વ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી છે. મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાનાં બહાને દેહ વ્યાપાર કરાવાતો હોવાનું સામે આવ્યું છે. ઉમરા પોલીસે મળેલી માહિતીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી હતી. સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગત રોજ સુરતનાં સ્પા સંચાલક યુવતિને માર મારોત વીડિયો વાયરલ થયો હતો
ગત રોજ સુરતના પાલ વિસ્તારના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, સ્પામાં કામ કરતી યુવતીએ 15 દિવસનો પગાર માગ્યો હતો. જોકે પિયુષ ગાંધી નામના સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. ત્યારપછી સ્પામાં સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈકરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *