Liquor seized in Surat: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ ચાલી રહી છે. તેવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે.સુરતમાં દારૂબંધીનો આંચળો (Liquor seized in Surat) ઓઢીને કાર્યવાહી કરવાનું શહેર પોલીસનું નાટક સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડું પાડ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક ભાટીયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે.આ સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલે ચાર લોકોની ઘરપકડ કરવામાં આવી છે. જયારે 8 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટીયા કચોલી ગામના ખુલ્લાં ખેતરમાં વેચાણ માટે મુકેલા રૂપિયા 9,70,440ની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે.જેમાં 8424 બોટલો ઝડપી પડ્યા છે.સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. સચિન પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટ્રાચાર પરથી પડદો ઉઠી ગયો છે.
પકડાયેલા આરોપીઓ
ગણેશ રવિચંદ્ર રાણા (રહેવાસી, સુરત), ધર્મેશ રવજી રાઠોડ, પિયુષ મુકેશ રાઠોડ, ઉકા કાલીદાસ રાઠોડ (રહેવાસી. ગામ-ભાટીયા, સચિન, સુરત)
વોન્ટેડ આરોપી
અલ્પેશ ઉર્ફે જાડો જગદીશ રાણા (જેણે મુદ્દામાલનો આદેશ આપ્યો હતો, રહે. સલાબતપુરા), રાજેશ કિરણ રાઠોડ, આકાશ જગુ રાઠોડ, મયુર ભરત રાઠોડ, રવજી નાથુ રાઠોડ (રહે. ભાટિયા, સચિન), બ્રાઉન મારુતિ અર્ટિગા કારનો ડ્રાઈવર સરફરાઝ, અજાણ્યો મારુતિ અર્ટિગા કારનો ચાલક, અજાણ્યો સ્ક્રૉસ કારનો ડ્રાઈવર.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube