ગોવાથી સુરતમાં લવાતો હતો લાખોનો દારૂ- બુટલેગરે જોરદાર કીમિયા અપનાવ્યા પરંતુ સુરત પોલીસને મળી સફળતા

સુરત(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરત શહેરના સરથાણા યોગીનગર સોસાયટીના ગેટ પાસેથી પોલીસ દ્વારા સવા ચાર લાખની કિંમતની 904 બોટલ સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા એકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પોલીસ ગોવાથી સુરત લવાતા કારમાં દારૂની હેરાફેરીનું રેકેટ પણ ઉઘાડું કરવામાં સફળ થઈ છે.

સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, ચેતન બચુભાઈ સુતરીયા અને વિઠ્ઠલ રંગાણી ગોવાની વાઇન શોપમાંથી દારૂનો મોટો જથ્થો લઈ સુરતમાં પ્રવેશ કરી રહ્યા હોવાની બાતમી DCBના કર્મચારી મહાવીરસિંગને મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક નંબર પ્લેટ વગરની કારને તપાસ કરતા તેમાંથી દારૂની 904 બોટલ મળી આવી હતી.

આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા 4,13,400ની કિંમતનો વગર પાસ પરમીટનો વિદેશી દારૂ બ્લેક એન્ડ વાઈટ, બ્લેન્ડર સ્કોચ વિસ્કી તથા વેટ-69 સહિતની બોટલો સાથે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 2 લાખની કાર અને મોબાઈલ ફોન મળી પોલીસે 6,33,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસે વિજય રવજીભાઈ ભુવાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ સરથાણા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *