ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં ધંધુકા(Dhandhuka)ના કિશન ભરવાડ(Kishan Bharvad) હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રપાત માહિતી અનુસાર, સર મુબારકની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે હાલમાં આ ઘટનામાં વપરાયેલ હથિયાર અને બાઈક કબજે કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોઈએ તો દરગાહની પાછળથી ખુલ્લા મેદાનમાં હથિયાર મળી આવ્યું છે.
કિશન ભરવાડની હત્યાના સંદર્ભમાં જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા એક આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૌલવી ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો. ગુજરાત એટીએસને હવે બે કટ્ટરવાદી જૂથોની હત્યાની તપાસ સોંપવામાં આવી છે.
તહરીક-એ-તહફુઝ-એ-નમુસ-એ-રિસાલત (TTNR) નામના સંગઠનને હત્યા માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ સંગઠન અગાઉ તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખવામાં આવતું હતું. તે પાકિસ્તાની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બક સાથે સંકળાયેલો છે. બીજી તરફ આ મામલાના તાર હવે રાજકોટ સુધી પહોંચ્યા છે. રાજકોટના એક વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયારો આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર હત્યાનો પ્લાન અમદાવાદના શાહઆલમમાં ઘડવામાં આવ્યો:
ગુજરાતના ધંધુકાના નાનકડા ગામમાં યુવકની જાહેરમાં હત્યાની ઘટના બાદ આરોપીઓને અન્ય ધર્મો વિરુદ્ધ ઉશ્કેરવાનો મામલો પોલીસના ધ્યાને આવ્યો છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠન દ્વારા ઉશ્કેરણીજનક ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલવીઓની બેઠકના સંદર્ભમાં હત્યા કરવાનો નિર્ણય લીધો હતો. સમગ્ર હત્યાનો પ્લાન અમદાવાદના શાહઆલમમાં ઘડવામાં આવ્યો હતો.
આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી:
આ જેહાદી ષડયંત્રની આશંકાના આધારે હવે એટીએસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા આરોપીઓ તેમજ પાકિસ્તાની કનેક્શનને શોધી કાઢવા માટે કુલ સાત ટીમો બનાવવામાં આવી છે. આ ભાષણો પાકિસ્તાનના કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવી દ્વારા આપવામાં આવ્યા હતા. તેના ભાષણે શબ્બીરને કટ્ટર બનાવી દીધો હતો. મૌલાના કમરે જ ઐયુબ સાથે આરોપી શબ્બીરની મુલાકાત કરાવી હતી. ઐયુબ શબ્બીરને હત્યાના કાવતરા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ હથિયાર તેને રાજકોટના થોરાડામાં રહેતા એક વ્યક્તિ દ્વારા પહોચાડવામાં આવ્યું હતું. આરોપી શબીરે આ જ હથિયારથી કિશનની હત્યા કરી હતી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો તપાસમાં લાગી:
અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો આ મામલાની તપાસમાં લાગેલી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS પણ મૌલવીને શોધી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે ઇસ્લામિક સંગઠનની સાથે યુવાનોને પણ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના 3 થી 4 સંગઠનોના નામ સામે આવ્યા છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવીને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.