ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરમાં યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરનાર વિધર્મી યુવકની અઠવા પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી અનુસાર યુવતી અને વિધર્મી યુવક નાનપુરા ખાતે નોકરી કરતા હતા. તે દરમિયાન વિધર્મી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ યુવતીએ સંબંધ તોડી નાખતા વિધર્મી યુવકે યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી અને સંબંધ રાખવા દબાણ કરતો હતો.
મળેલી માહિતી અનુસાર યુવતી સુરત શહેરમાં આવેલા નાનપુરા ખાતે રહેતી હતી અને ચૌટા બજારમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી તેની ઉંમર 22 વર્ષ છે. આ યુવતીએ અમરોલી કોસાડ આવાસમાં રહેતો ઇબ્રાહીમ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી અનુસાર યુવતીની બાજુમાં આવેલી ચપ્પલની દુકાનમાં ઇબ્રાહીમ નોકરી કરતો હતો. વિધર્મી યુવક અને યુવતી વચ્ચે મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે ઈબ્રાહીમ આવરનવાર યુવતી સાથે ઝઘડો કરતો હતો અને તેથી યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
View this post on Instagram
યુવતીએ સંબંધ રાખવાની ના કેતા વિધર્મી યુવક યુવતીને બળજબરી સંબંધ રાખવા સતત દબાણ કરતો હતો. ત્યાર બાદ એક દિવસ વિધર્મી યુવક સંબંધ રાખવા માટે દબાણ કરવા માટે યુવતીની દુકાને પહોંચી ગયો હતો. દુકાને જઈને બોલવા લાગ્યો કે મારો ફોન કેમ નહીં ઉપાડતી અને યુવતીને ખરાબ ગાળો પણ આપી હતી. ત્યારબાદ યુવતી ગભરાઈને ઘરે જતી રહી હતી.
વિધર્મી યુવક યુવતીના ઘરે પણ યુવતીની પાછળ-પાછળ પહોચી ગયો હતો. યુવતીના ઘરે જઈને બોલતો હતો કે, હું તને જીવવા નહીં દઈશ, મારી નાખીશ એમ કહીને યુવતીને ધમકી આપી હતી. ત્યારે આખરે વિધર્મીથી હેરાન પરેશાન થયેલી યુવતીએ આખરે અઠવા પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે અઠવા પોલીસે વિધર્મી યુવક વિરોધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.