ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ચુક્યું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જોવા મળ્યો છે. ત્યારે આ બધા વચ્ચે હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ મોટું નિવેદન આપ્યું છે.
ગોપાલ ઈટાલીયા અને ઇસુદાન ગઢવી ભાજપમાં જોડાશે? જાણો હર્ષ સંઘવીએ શું આપ્યો જવાબ?
એક ન્યુઝ ચેનલને જણાવ્યા અનુસાર, હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના બે યુવાનોના 8 તારીખે રાજીનામાં લઇ લેવામાં આવશે. યુવાનો સામાજિક કાર્ય કરવા માટે રાજનીતિમાં આવ્યા હશે, પરંતુ પાર્ટી ખોટી પકડાઈ ગઈ છે. મારા રાજ્યનો એક એક યુવાન સારો છે. હોઈ શકે છે કે, ભૂલથી પાર્ટી ખોટી પકડાઈ ગઈ હોય. મારા રાજ્યનો એક પણ યુવાન ખરાબ ના હોઈ શકે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.