ચુંટણી પરિણામ પહેલા હર્ષ સંઘવીનું મોટું નિવેદન- કહ્યું, ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ ખેલાયો હતો. ત્યારે ભાજપ(BJP)ના નેતાઓના મોટા નિવેદનો સામે આવ્યા છે.

સી. આર. પાટીલે આપ્યું મોટું નિવેદન
મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સરકાર બનાવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન:
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવતા કહ્યું છે કે, ભાજપ અને ગુજરાતની જનતાએ નવો ઈતિહાસ લખવાનું નક્કી કરી નાખ્યું છે. છેલ્લા 27 વર્ષથી જળવાયેલા સંબંધ આગામી દિવસોમાં વધુ સારો થવા જઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, આ ચૂંટણી સત્તાની જીત માટે નથી પરંતુ સંબંધોના ઈતિહાસ માટે છે. ગુજરાતમાં કમળ ખીલશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *