AAPનું મોટું એલાન: જો અમને ગુજરાતમાં બહુમતી નહિ મળે તો, કઈ પાર્ટી સાથે કરશે ગઠબંધન જાણો જલ્દી….

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. 8 તારીખે ચુંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે આ બધાની વચ્ચે રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)ના નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે આમ આદમી પાર્ટી? ઈસુદાન ગઢવીએ જુઓ શું કહ્યું?
મહત્વનું છે કે, જુદા જુદા એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જો અમને પૂર્ણ બહુમતી ન મળી તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે પરિણામ આવ્યા બાદ જ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.

શું ભાજપ ફરી સરકાર બનાવશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અનેક એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું તેમ છતા ભાજપ ફરી સરકાર બનાવી શકે છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *