ખેડૂતની પુત્રીએ રાજ્ય કક્ષા ની શુટિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

પોરબંદરના રાણાવાવ ના બાપોદર ગામના ખેડૂત ની પુત્રી રાજ્ય કક્ષા ની શુટિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટીંગ એસોસિએશન દ્વારા રાઇફલ શૂટિંગની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે આ સંસ્થામાં તાલીમ પ્રાપ્ત કરનાર રાણાવાવ ના બાપોદર ગામના અલ્પાબેન કેશવભાઈ બાપોદરાએ રાજ્ય કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં અનેરી સિદ્ધિ હાંસિલ કરી છે. હાલ સ્ત્રી સશક્તિકરણને પોરબંદર સહિત દેશભરમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગ્રામીણ પંથકમાંથી આવતા ખેડૂત પુત્રી પોતાની અથાગ મહેનતથી અવલ્લ આવી છે.

અમદાવાદ ખાતે તાજેતરમાં ઓપન ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ખેડૂત પુત્રી અલ્પાબેન કેશવભાઈ બાપોદરાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ચાલુ વર્ષે વિવિધ સ્પર્ધાઓ તેણીએ ત્રણ ગોલ્ડ મેડલ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ પ્રાપ્ત કર્યા છે. અને પિસ્તોલ શૂટિંગમાં અનેરી સિદ્ધિ મેળવી છે.

પોરબંદર શહેરમાં એમજી રોડ પર આવેલ ડિસ્ટ્રીક રાઇફલ શૂટિંગ રેન્જમાં સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ શૂટિંગ કોચ રાણા દિવ્યરાજસિંહ દ્વારા અલ્પાબેન બાપોદરાને તાલીમ આપવામાં આવી હતી. અને તેઓએ પિસ્તોલ શૂટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પૂજ્ય ગાંધીભૂમિનું નામ રાજ્યભરમાં ગૌરવથી ગુંજતું કર્યું છે. અનેરી સિદ્ધિ મેળવ્યા બદલ સંસ્થાના પ્રમુખ એમ જી સિંગરખીયા તેમજ સેક્રેટરી નીલેશભાઇ જોષી વગેરેએ તેઓને નેશનલ કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...