ગુજરાત: અહિયાં થયો પોલીસની જીપનો ભયંકર અકસ્માત, આટલા પોલીસકર્મીનાં થયા દર્દનાક મોત 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ પોરબંદરમાંથી સામે આવી રહી છે. પોરબંદરમાં મોડી રાત્રે થયેલ એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરનાં કમલાબાગ પોલીસના કુલ 2 પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પુરપાટે આવી રહેલ જીપ કમ્પાસ કારે સર્કલ પાસે ઓટોને ટક્કર મારી દીધી હતી. જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલ કુલ 2 પોલીસ કર્મીઓને ખુબ ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત પૈકીના A.S.I.ને સારવાર અર્થે રાજકોટમાં આવેલ હોસ્પિટલમાં લઈ જતી વખતે ASIનું રસ્તામાં મોત નીપજ્યું હતું.

અ ઘટનાની વિગત એવી છે કે, પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલ વીરભનુની ખાંભી પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી. જે સર્કલ પાસે ઓટો સાથે અથડાઈ હતી.

આ દરમિયાન સર્કલ પર કુલ 2 પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે ઝડપે આવી રહેલ બેફામ જીપ કમ્પાસની ટક્કર એટલી ભયંકર હતી કે, સર્કલ પણ બુકડો બોલી ગયું હતું. A.S.I. ગોવિંદભાઇ ગરચર તથા જવાન મહેશ ઓડેદરા ફરજ બજાવી રહ્યાં હતાં.

બંને પોલીસકર્મીઓ નાઇટ કોમ્બિંગ કરી રહ્યા હતા એવાં સમયમાં એમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન ASI ગરચરને ગંભીર ઇજાઓ થઈ હોવાથી એમને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં આવેલ ઉપલેટા નજીક તેમનું મોત થયું હતું. આ ઘટનામાં કાર ચલાવી રહેલ કાર ચાલક દારૂં પીધેલ અવસ્થામાં હોવાની આશંકા રહેલી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *