porbandar news: પોરબંદરમાં શિક્ષણજગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શહેરના ખાનગી ટયુશન કલાસિસના સંચાલકે એક સગીરા સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. એકસ્ટ્રા કલાસિસના(porbandar news) બહાને કિષ્ના ટયુશન ક્લાસિસના સંચાલકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. આ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોક્સો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોધવામાં આવી રહ્યો છે.
પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુના અનુસાર પોરબંદર શહેરના એમજી રોડ પરના ભવ્ય ટાવરમાં કિષ્ના ટયુશન કલાસિસ ચલાવવામાં આવે છે. આ ક્લાસિસનાના સંચાલક શિક્ષક મેરામણ જાદવે એકસ્ટ્રા કલાસિસના બહાને સગીરા સાથે અડપલા કરતા ચકચાર મચી ઉઠી છે. વિદ્યાર્થીનીએ શિક્ષકની કરતૂતની ઘટના માતાપિતાને વાત કરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કલાસિસના સંચાલક મેરામણ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પણ હતી. પોલીસે ફરિયાદના આધારે પોક્સો એકટ તેમજ આઈપીસી 354 કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
પોરબંદર પોલીસે આરોપી મેરામણ જાદવની ધરપકડ કર્યા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ આરોપીને જેલમાં મોકલી દીધો હતો. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે.
ગયા મહિને પણ સુરતમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક છેડતી અને અડપલાં કર્યાની ઘટના સામે આવી હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક શિક્ષકે જેનું નામ મહેશ ગોંડલિયા છે, તેને વિદ્યાર્થિનીને આપઘાતની ધમકી આપી અને તે પછી તેની સાથે શીરીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિની પોતાની બહેનપણીના ઘરે ગઇ હતી, તે દરમિયાન આ ઘટના ઘટી હતી.
જોકે, બહેનપણીના ઘરેથી વિદ્યાર્થિની મોડી રાત્રે આવી અને આ વાતની જાણ તેના પરિવારના લોકોને કરી હતી. વિદ્યાર્થિનીના પરિવારના લોકોએ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપી હતી, પોલીસે આરોપી શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી લીધી હતી. ખાસ વાત છે કે, આરોપી શિક્ષક મહેશ ગોંડલિયા વિદ્યાર્થિનીને છેલ્લા બે મહિનાથી હેરાન કરી રહ્યો હતો, અને મળવા પણ બોલાવતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube