હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણાં સંસ્કાર કરવામાં આવતા હોય છે. આ પ્રમાણેના સંસ્કારનું માનવ જીવનમાં ઘણું મહત્વ હોય છે. પહેલાના સમયમાં મહિલા ગર્ભ ધારણ કરે ત્યારથી જ તેને વિવિધ સંસ્કાર આપવામાં આવે છે જેથી તે સંસ્કાર તેમના બાળકમાં પણ આવી શકે.
અર્થવેદ અને ઉપવેદ અયુર્વેદમાં પુંસવન નામના સંસ્કારના માધ્યમથી ઈચ્છીત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય ધર્મ ગ્રંથમાં પણ એવા ઘણાં બધા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી તમે તમારી ઈચ્છા અનુરૂપ સંતાન મેળવી શકો છો.
જોકે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે સારા સંસ્કાર અને પુન્યના કારણે પણ વ્યક્તિ શ્રેષ્ઠ સંતાન મેળવી શકે છે. શાસ્ત્રોમાં આ માટે એક સરળ મંત્ર આપવામાં આવ્યો છે.
મંત્ર: ઐંમ હ્રીં ઐંમ
આ મંત્રનો નિયમીત રીતે જાપ કરવાથી ગર્ભ ધારણ કરેલી મહિલાને વિદ્યામાં શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. ગર્ભાવસ્થામાં બાળક માત્ર તેના બાહ્ય આચાર-વિચારથી પ્રભાવિત નથી થતું. તેનાથી તો માત્ર સામાન્ય અસર જ થાય છે, બાળક પર મોટા ભાગની અસર તેની માનસિક ભાવનાઓ અને વિચારથી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.