એક બાજુ દેશ કોરોનાવાયરસ મહામારી સાથે લડી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. ભોપાલમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર લાપતા થઈ ગઈ હોવાના પોસ્ટર ચોટાડવામાં આવ્યા છે. પોસ્ટરમાં પ્રજ્ઞા ઠાકુર ની તસ્વીર નીચે લખવામાં આવ્યું છે કે,’ ખોવાયેલા ની તલાશ. કોરોના મહામારીમાં ભોપાલની જનતા પરેશાન. સાંસદ પ્રજ્ઞા ઠાકુર ક્યાં ખોવાયા છે? ‘
મધ્ય પ્રદેશમાં અમુક સીટો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના દીકરા નકુલ નાથની તસ્વીરો સાથે ના પોસ્ટર છીંદવાડામાં ચોટાડવામાં આવ્યા છે. પોસ્ટરમાં બંને નેતાઓના શોધનારને રૂપિયા 21 હજારનું ઈનામ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે બીજીબાજુ મધ્યપ્રદેશમાં બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા લાપતા થયા હોવાના પણ પોસ્ટર જોવા મળી રહ્યા છે. કમલનાથ ના સમર્થકોએ સિંધિયા નું પોસ્ટર લગાડતા એલાન કર્યું કે કોરોના મહામારીને સંકટમાં સિંધિયાને શોધી લાવનાર વ્યક્તિને 5100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
ગ્વાલિયરના ચંબલ વિસ્તારમાં પૂર્વ રાજ્ય મંત્રી રહી ચૂકેલા બીજેપી મહિલા નેતા ઈમરતી દેવી તેમજ કોંગ્રેસ નેતા લાખન સિંહ યાદવ લાપતા થયાના પણ પોસ્ટર ચીપકાવવામાં આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news