ગુજરાત(Gujarat): પશ્ચિમ ગુજરાત વીજ કંપની(Power company) દ્વારા તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરવામાં આવતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેવામાં આવતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે અને હવે વીજ કંપનીના જ માણસો દ્વારા જ મીટર રીડિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ તાજેતરમાં જ PGVCLના કર્મચારીએ પણ બિલિંગ(Billing)માં ભગો કરતા રાજકોટ(Rajkot) શહેરના રેસકોર્સ પાર્કમાં 1 BHKના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ(Electricity bill) ફટકારી દેવામાં આવતા વીજગ્રાહક સહિત સૌ લોકો ચોંકી ઉઠ્યા હતા.
15 માર્ચ સુધીમાં વીજબીલ ભરપાઈ કરવાની આપવામાં આવી હતી સુચના:
રાજકોટ શહેરના બેડીનાકા સબ ડિવિઝન અંતર્ગત આવતા રેસકોર્સ પાર્ક ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલને ઘરે તારીખ 5 માર્ચના રોજ શનિવારે PGVCLના જ કર્મચારી મીટર રીડિંગ કરવા માટે આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાનું વીજબિલ આપવામાં આવ્યું હતું.
પરંતુ જ્યારે ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, સામાન્ય રીતે જોવામાં આવે તો દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હોય છે પરંતુ આ વખતે 10,41,368નું બિલ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરી દેવાની સૂચના આપવામાં આવી હતી.
આ પ્રકારનો કિસ્સો પહેલીવાર બન્યું એવું નથી. આ પહેલા પણ અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. જેમાં લોકોને મહીને ૨ હજારનું બીલ આવતું હોય તેવા લોકોને લાખોનું બીલ આવે છે અને ફરિયાદ કરવામાં આવતા વીજકર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે અને સુધારો કરીને નવું બીલ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.