નથુરામ ગોડસે પર કમલ હાસનના વિવાદિત નિવેદન બાદ ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભોપાલના ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે નથુરામ ગોડસે દેશ ભક્ત હતા, છે અને રહેશે. નથુરામ ગોડસેને આવુ બોલનાર પહેલા પોતે કેવા છે તે તપાસી લે. આવુ બોલનારાને આ ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે.
મક્કલ નીધિ મૈયમના સંસ્થાપક કમલ હાસને એ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે ગોડસે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો. રવિવારે રાતે એક ચૂંટણી સભાને સંબોધિત કરતા હાસને કહ્યુ કે તે એક એવા સ્વાભિમાની ભારતીય છે જે સમાનતાવાળું ભારત ઈચ્છે છે.
કમલ હાસન અગાઉ પણ દક્ષિણપંથી ચરમપંથ પર નિશાન સાધી ચૂક્યા છે. લગભગ દોઢ વર્ષ પહેલા આ સંબંધમાં તેમણે એક વિવાદિત લેખ આ વિષય પર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યુ હતુ કે દક્ષિણપંથી સમૂહોએ હિંસાનો હાથ એટલે પકડ્યો કેમ કે તેમની જૂની રણનીતિએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. હસને તમિલ પત્રિકા આનંદ વિકટનના અંકમાં પોતાના સ્તંભમાં આરોપ લગાવ્યો હતો કે દક્ષિણપંથી સંગઠનોએ પોતાના વલણમાં પરિવર્તન કર્યુ છે, જોકે તેમણે આમાં કોઈનું નામ લીધુ નથી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા આવી છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની નિંદા કરી છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવે કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન સાથે ભાજપ સહમત નથી. અમે તેની નિંદા કરીએ છીએ. આ મામલે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસે સ્પષ્ટીકરણ માંગશે. તેમને પોતાના આ નિવેદન માટે જાહેરમાં માફી માંગવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.