પ્રજ્ઞા ઠાકુરના ગાયબ થવાના પોસ્ટર લાગ્યા તેના એક દિવસ પછી તેમણે એક વીડિયો ક્લિપ વાઈરલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત ખરાબ છે.
India.com માં છપાયેલા અહેવાલ ઔસર ઠાકુરે વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ એક આંખથી અંધ થઇ ગયા છે અને બીજી આંખમાં ફક્ત ૨૫ ટકા જ દ્રષ્ટિ વધી છે. તેમના મગજ અને આંખના ભાગમાં રસી ભરાઈ ગઈ છે. ડોક્ટરે તેમને વધુ ન બોલવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે આ ખૂબ જ ધૃણાસ્પદ છે કે હું જ્યારે લાંબા સમયથી સારવાર લઈ રહી હતી ત્યારે કોંગ્રેસે પોસ્ટર વોરનો સહારો લીધો. કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર લાંબા સમયથી દિલ્હીના એમ્સમાં સારવાર લઈ રહી છે.
ભાજપના નેતાઓના કહેવા મુજબ પ્રજ્ઞાસિંહ ઠાકુર ની આંખમાં થયેલી ઇજા કોંગ્રેસના શાસનમાં તેમના પર કરવામાં આવેલા અત્યાચારોને કારણે થઈ છે. તેણીએ જણાવ્યું કે, તે પોતે એમ્સમાં હોવા છતાં પણ તેમની એક ટીમ તેમના મત વિસ્તારમાં લોકોની મદદ કરી રહી છે.
મધ્યપ્રદેશ પોલીસે પ્રજ્ઞા ઠાકુરના ગાયબ થવાના પોસ્ટર લગાડનાર અજાણ્યા વ્યક્તિની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news