મૂળ ગુજરાતના આ બે અબજોપતિને, બ્રિટનની રાણીના જન્મદિન નિમીતે એવી ભેટ આપવામાં આવી કે…

સોશિયલ મીડિયા પર હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 94મા જન્મદિન પર સમ્માનિત થનાર લોકોમાં ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન…

સોશિયલ મીડિયા પર હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 94મા જન્મદિન પર સમ્માનિત થનાર લોકોમાં ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન તથા ઝુબેરનો સમાવેશ થાય છે.

આની ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર તથા 70 વર્ષીય એક ફંડ રેજર કે, જેમણે સ્કીપિંગ શિખના નામથી ઓળખવામાં આવે છે એમનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે. આજે સમ્માન મેળવનાર લોકોની વિવિધતાવાળા સમ્માન યાદી જાહેર કરવામાં આવી હતી.

ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન તથા ઝુબેર ઇસા બ્રિટનની વોલમાર્ટ સુપરમાર્કેટ ચેઇન ASDAને ખરીદતા ખુબ ચર્ચામાં આવ્યા હતા. એમને વ્યવસાય, દાન તથા સેવા કરવાં માટે ‘કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’ એટલે કે, CBEથી સમ્માનિત કરવામાં આવ્યાં છે.

આની સિવાય ઘણા ભારતીય મૂળના લોકોને પણ મહારાણીના જન્મદિન પર સમ્માનિત કરવામાં આવ્યાં છે. વર્ષ 1970મા ઇસા પરિવાર ગુજરાતમાંથી બ્રિટન સ્થળાંતરીત થયો હતો. ઈસા બ્રધર્સ તરીકે ઓળખાતા બંને ભાઇઓએ ઇજી ગૃપ બિઝનેસ અંતર્ગત પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજની શરૂઆત કરી હતી.

હાલમાં એમનો પરિવાર બ્લેકબર્નમાં રહે છે. બંને ભાઇઓની ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પારિસ્થિતિકી તંત્ર વિજ્ઞાનના પ્રોફેસર યદવિંદર સિંહ માલીને પણ આ સમ્માન આપવામાં આવ્યું છે.

માલીને પારિસ્થિતિકી તંત્ર વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સેવા માટે CBE દ્વારા સમ્માન આપવામાં આવ્યું છે. એમણે આ વર્ષની શરૂઆતમાં લંડનમાં પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *