ખાણંદ જિલ્લામાં ફસાયેલા ૧૮૦૦થી વધુ પરપ્રાંતીય મજુરોને તેમનાં વતન ઉત્તરપ્રદેશ મોકલવા માટે આજે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે,અને જુદા જુદા ગામોમાંથી ૨૪ જેટલી એસ ટી બસો દ્વારા પરપ્રાંતીય મજુરોને આણંદ રેલ્વે સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એસ ટી બસમાં જ મજૂરો પાસેથી ટ્રેનનાં ભાડાપેટે વ્યકિત દીઠ ૫૬૦ રૂપિયાની રકમ ઉપરાવવામાં આવી હતી, જેથી કોંગ્રેસનાં ધારાસભ્ય આ મજુરોનું ભાડુ ચુકવવા ગયા ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ‘અમને ઉપરથી આદેશ નથી’ તેમ કહીને મજુરોનું ભાડુ સ્વિકારવાનો ઇન્કાર કરી દેતા મજુરોમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો હતો.
મળતી વિગતો અનુસાર પરપ્રાંતીય મજુરોને તેમનાં વતન મોકલવા માટે સરકાર દ્વારા ટ્રેનનું ભાડુ વસુલ કરવામાં આવી રહ્યું હોવાની બુમો બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ મજુરોનું ટ્રેન કે બસ ભાડું કોંગ્રેસ દ્વારા ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ આણંદનાં કૉંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલકીએ કલેક્ટરને પત્ર લખીને પરપ્રાંતીય મજુરોને વતનમાં પરત જવા માટે ટ્રેન અને એસટી બસનું ભાડુ તેઓ ચુકવશે તેમ જૈ’ણાવ્યું હતું.
આજે આણંદ જિલ્લામાં ફસાયેલા ઉત્તરપ્રદેશનાં પરપ્રાતિયો પાસેથી ભાડું ઉધરાવવામાં નહી આવે તેમ કહેવામાં આવી રહ્યું છે, બીજી તરફ ભાડું ઉધરાવામાં આવતા કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર રેલ્વે સ્ટેશન દોડી ગયા હતા અને જયાં ધારાસભ્ય કાંતીભાઈ સોઢાએ પ્રાંત અધિકારી જે સી દલાલને મળીને પરપ્રાંતીય મુસાફરો પાસેથી લીધેલી ભાડાની ૨કમ પરત કરી દેવા અને તેમનાં ભાડાની થતી રકમ તેઓ ચુક્વી દેશે તેમ જણાવતા પ્રાંત અધિકારીએ જણાવેલ કે અમોને ઉપરથી કોઈ સુચના મળેલી નથી, તેથી અને મુસાફરોને ભાડાની રકમ પરત આપી શકીયે નહી તેમજ તમારી પાસેથી પણ ભાડા પેટે ૨કમ લઈ શકીએ નહી.
આ અંગે ધારાસભ્ય કાંતીભાઈ સોઢાએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ દિવસથી પરપ્રાંતીયોનાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, જેને લઈને તેમની પાસે ભાડાની પણ વ્યવસ્થા નથી. ત્યારે તેમનું ભાડું કોંગ્રેસ દ્વારા ચુકવવાનું નક્કી કર્યું છે,ત્યારે આજે ૧૨૦૦ થી વધુ પરપ્રાંતીય મુસાફરોને તેઓનું રેલભાડુ ચુકવી આપવાની તૈયારી બતાવી ત્યારે પ્રાંત અધિકારી દ્વારા અમને ઉપરથી કોઈ સુચના નથી, તેમ કહી ભાડું સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. ભાજપની સરકાર પરપ્રાંતીય મુસાફરોને વતન પરત જવા માટે ભાડું આપતા નથી,અને અમે જયારે આપીએ છીએ ત્યારે આપવા દેતી નથી, ત્યારે બેવડું વલણ અપનાવતી આ સરકાર સામે લોકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news