Gujarat: ગુજરાત નાં સુપ્રસિધ અંબાજી મંદિર ખાતે વર્ષોથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, હવે મોહનથાળને બદલે પ્રસાદમાં ચીકી આપવાનો નિર્ણય કરતા લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે, સાથે ભૂદેવો પણ નારાજ છે.
છેલ્લા 2 દિવસથી આ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વર્ષો જૂની પરંપરા મોહનથાળનાં પ્રસાદની જ છે, અને તેને બદલવી ન જોઈએ, તેમજ મંદિરનાં ભૂદેવો પણ આ વાત થી નારાજ છે.
દુર દુરથી આવતા ભક્તો પોતાની સાથે મોહનથાળનો પ્રસાદ લઇ જતા હતા. હિતરક્ષક સમિતિ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતી. સાથે જ તેઓએ માંગ પણ કરી હતી કે, જો 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ નહિ થાય તો, 48 કલાક બાદ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કહેવાય છે કે, રજવાડા સમયથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ધરાવાતો હતો.અંબાજીમાં જે મોહનથાળનો પ્રસાદ બનતો તે ત્યાં ભક્તો દ્વારા બનાવવામાં આવતો હતો. તેમજ તેના આજુ બાજુની ગરીબ મહિલાને પેકિંગ માટે રાખવામાં આવી હતી, હવે એ લોકોની રોજી રોટી છીનવાઈ જતા એ લોકો પણ રોષે ભરાયા છે. લોકો દ્વારા પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને મોહનથાળની પ્રસાદી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી રહી છે.
મિત્રો વર્ષોથી જે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ મળી રહ્યો હતો, તે જ અંબાજી મંદિરમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ મળશે. વિવધ રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને જણાવ્યું કે ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી લોકો 2 થી 3 મહિના સુધી રાખી શકે છે. આ ચીકીના પ્રસાદ માટે ઉત્તર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. આ જ કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચીકીનો પ્રસાદ આપી રહી છે. હવે એ જ એજન્સી અંબાજી મંદિરમાં પણ ચીકીનો પ્રસાદ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.