સુરત(Surat): ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે આજે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં લિંબાયત વિસ્તારમાં રહેતા લાભાર્થી પ્રશાંતિબેન રૂદ્રાને માનવ કલ્યાણ યોજના હેઠળ સિલાઈ મશીન મળતા જ તેમને આત્મનિર્ભર બનવાની ખુશી છે.
પ્રશાંતિબેનના પરિવારને PM આવાસ, પુત્રીને આર.ટી.ઈ.માં પ્રવેશ પણ મળ્યો છે. લાભાર્થી પ્રશાંતિબેન રૂદ્રાએ જણાવ્યું હતું કે, નાનું મોટું મજૂરી કામ કરી આવક મેળવું છું. આજે સરકાર દ્વારા વિનામૂલ્યે સિલાઈ મશીન મળતા જ બ્લાઉઝ, ડ્રેસ, સાડીમાં લેસ કામ કરીને સારી કમાણી કરીને પરિવારને આર્થિક ટેકો આપીને મદદ કરીશ.
સિલાઈ મશીન મળતા મારે અન્ય કોઈ પર નિર્ભર રહેવું નહીં પડે અને ડ્રેસ, બ્લાઉઝ અને સાડીમાં લેસ મુકીને સિલાઈ મશીન દ્વારા માસિક લગભગ 7થી 8 હજારની આવક સરળતાથી મળી શકશે. ઘણીવાર પરિવારના ગુજરાન માટે મારે અન્ય પાસે હાથ લાંબો કરવો પડતો હતો.
કોઈ ઘર ઉપયોગી વસ્તુઓ ખરીદવી હોય તો પણ વિચાર કરતા. પણ હવે સ્વરોજગારી કરી હું પગભર બનીશ એનો મને આનંદ છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ હેઠળ મારી દિકરીને એડમિશન મળ્યું છે, અને ખાનગી શાળામાં તદ્દન નિ:શુલ્ક અભ્યાસ મેળવી રહી છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમને લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં સુમન પ્રભાતમાં ઘરનું ઘર પણ મળ્યું છે, સરકારની આ પ્રકારની સહાયથી ઘરના ઘરનું સપનું પણ પુરૂ થયું છે. આથી સરકારની સેવાથી મને અને મારા પરિવારને ઘણું મળ્યું છે, જેનાથી હું મારા પરિવારનું ભરણ-પોષણ કરી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.