ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન બન્યા છે, તેમની સાથે 57 અન્ય મંત્રીઓએ કૅબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. અમુક અપવાદરૂપ ચહેરાઓને બાદ કરવામાં આવે તો નવું મંત્રીમંડળ જૂની કૅબિનેટનું જ સ્વરૂપ છે.
ઓરિસ્સાની બાલાસોર બેઠક ઉપરથી સંસદસભ્ય પ્રતાપ ચંદ્ર સારંગી (ઉં.વ. 64)ને તેમની સાદગીને કારણે ‘ઓરીસ્સા’ રાખવામાં આવે છે. સારંગી એકદમ સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેઓ સાયકલ ઉપર ફરે છે અને લોકો સરળતાથી મળી રહે છે. લોકસભા ચૂંટણી દરમિયાન સારંગીએ બીજુ જનતા દળ તથા કૉંગ્રેસના કોરડપતિ ઉમેદવારોને પરાજય આપ્યો હતો.
નિલગિરિ બેઠક ઉપરથી ધારાસભ્ય સારંગી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ તેમના માટે જાહેરસભા પણ કરી હતી. ઓડિશામાં કુલ 21 બેઠક છે, જેમાંથી ભાજપને આઠ, બીજુ જનતાદળને 12 તથા કૉંગ્રેસને એક બેઠક મળી હતી.
ગરીબ પરિવારમાંથી આવતા પ્રતાપ સારંગીનો જન્મ નિલગીરીમાં ગોપીનાથપુર ગામમાં થયો હતો. ચાર જાન્યુઆરી 1955માં જન્મેલા સારંગીએ સ્થાનીક ફકીર મોહન કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. નાનપણથી જ પ્રતાપ સારંગી ખૂબ આદ્યાત્મિક હતાં. તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા ઈચ્છતા હતાં. આ માટે તેઓ અનેકવાર મઠ પણ ગયા હતાં. જોકે, જ્યારે મઠવાળાને ખબર પડી કે પ્રતાપ સારંગીના માતા વિધવા છે. તો તેમણે માતાની સેવા કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું.
સારંગી ભલે સાધુ બની શક્યા ન હોય પરંતુ તેઓ સંત જેવું જ જીવન જીવી રહ્યા છે. તેઓ ક્યારેક ગુફામાં તો ક્યારેક ઝાડ નીચે તો ક્યારે જળ પ્રવાહમાં બેસીને તપસ્યા કરે છે. સારંગી કલાકો સુધી બેસીને મેડીટેશન કરે છે. અને હંમેશા લોકોના કલ્યાણ વિશે વિચાર કરે છે.
ગયા વર્ષે જ સારંગીની માતાનું અવસાન થયુ હતુ અને હજી સુધી તેમણે લગ્ન કર્યા નથી. તેમની પાસે ધન-દોલત પણ નથી કે રહેવા માટે આલિશાન ઘર પણ નથી. તેઓ એક માટી અને વાંસની બનેલી ઝૂંપડીમાં રહી રહ્યા છે. સારંગી પાસે ન તો લક્ઝરી કાર છે કે ન તો સ્કૂટર છે. તેઓ સાઈકલ ઉપર પ્રવાસ કરે છે.