આ છે કાનપુરનો સ્પાઇડરમેન બાલવીર, જે એક સેકન્ડમાં ચડી જાય છે ઘરની છત પર- જુઓ તસ્વીરો

આપણે બધા સ્પાઇડર મેન મૂવી, ટીવી સિરિયલ જોઈ છે. કેવી રીતે તે એક જગ્યાએ થી બીજી જગ્યાએ કુદીને જાય છે અને તેના હાથ અને પગની મદદથી કોઈ પણ દિવાલ સરળતાથી ચઢે છે. કાનપુરમાં, સાત વર્ષનો બાળક દીવાલ પર ચઢી જાય છે અને ઝડપથી સ્પાઇડર મેનની જેમ નીચે ઉતરે છે. બાળકને આ રીતે દિવાલો પર ચઢીને જોઈને બધાને આશ્ચર્ય થાય છે.

કાનપુરમાં રહેતા યસાર્થ સિંહ માત્ર 7 વર્ષના છે અને હાલમાં તે 3 માં અભ્યાસ કરે છે. યસાર્થ કોઈ ટેકા વિના સ્પાઇડર મેનની જેમ દિવાલો પર ચઢે છે. 7 વર્ષનો આ સ્પાઇડર બોય કહે છે કે તેણે ટીવી પર સ્પાઇડર મેનને દિવાલો ચડતા જોયો. જે પછી તેના મગજમાં વિચાર આવ્યો કે તેણે આવું કરવું જોઈએ.

સાત વર્ષનો યસાર્થ ગરોળીની જેમ દિવાલો પર હાથ અને અંગૂઠા ચિપકાવી દે છે અને ખૂબ જ સરળતાથી દિવાલ પર ચઢતો જાય છે. યશાર્થની માતા ગરીમા સિંહ કહે છે કે તેઓ સ્પાઇડર મેન મૂવીથી પ્રભાવિત થયા હતા અને મૂવી જોયા પછી તેણે દિવાલો પર ચઢવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

યશાર્થની માતાએ જણાવ્યું હતું કે અમે તેને જોઈને ખૂબ જ ડરીએ છીએ કારણ કે તેમાં હંમેશા ઈજા થવાનું જોખમ રહેલું છે. યશાર્થ આઈપીએ અધિકારી તરીકે મોટા બનીને દેશની સેવા કરવા માંગે છે.

યસાર્થ કહે છે કે જ્યારે તે શરૂઆતમાં દિવાલ પર ચઢ્યો ત્યારે તેણે તેના મોટા ભાઈને આ કહ્યું. પછી ભાઈએ ઘરના બધા સભ્યોને બોલાવ્યા અને ફરી થી કરી બતાવ્યું. બધાએ તેને સમજાવ્યો. પણ ધીરે ધીરે તે પ્રેક્ટિસ કરતો રહ્યો અને હવે બધાના મનમાંથી ડર નીકળી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *