સુરત(ગુજરાત): સુરત શહેરના મોટા વરાછામાં યમુના ચોક પાસે જે નવનિર્મિત સર્કલ પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ પૂરા ભારતમાં અખંડ ભારત દિવસ દરમિયાન ભગવા ધ્વજ ઠેરઠેર લહેરાવ્યા હતા અને આ ભગવા ધ્વજની જવાબદારી જે તે વિસ્તારના લીડર અને કાર્યકર્તાઓની હતી. દેશની અખંડીતતા હિન્દુ સમાજ ની એકતા અને સ્વાભિમાન નું પ્રતિક છે. શનિવારે રાત્રે એક આઈસ્ક્રીમની એજન્સી એ આ સર્કલ નું બનાવાની પરમીશન મળી હતી એટલે આ સર્કલ પર પોતાની એજન્સીનો લોગો લગાવતી વખતે તેમણે આ ધ્વજ કાઢી નાખ્યો હતો.
બપોરે ડોક્ટર પૂર્વેશ ઢાકેચા પોતાના ક્લિનિક પર બેઠા હતા. ત્યારે સંગઠનના એક વ્યક્તિ તેમને મળ્યા અને કીધું ડોક્ટર સાહેબ આ ધ્વજ સર્કલ પરથી ગાયબ થઈ ગયો છે આ ધ્વજને સર્કલ વાળા એ લોગો લગાવતી વખતે અથવા તો જેને કાઢી નાખવામાં આવ્યો છે આ લોકો ને પકડો અને સખત કાર્યવાહી કરવામાં આવે.
ડો. પૂર્વશ ઢાકેચા એ તરત જ આઇસ્ક્રીમ કંપનીના માલિક નો નંબર શોધી તેમને ફોન કર્યો અને સખત શબ્દોમાં જણાવી દીધું કે, આ ધ્વજ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ માટેનો છે, હિન્દુ ની અખંડિતતા માટેનો છે અને હિન્દુ સ્વાભિમાન માટેનો છે. અને કહ્યું કે આ ધ્વજ ફરીથી ૨૪ કલાકમાં લગાવવો પડશે ફરીથી નહિતર આ સર્કલ તોડી પાડવામાં આવશે અને રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અહીંયા હિન્દુ તેમના નામનું સર્કલ બનાવશે અને તમામ કેન્દ્રો સરકાર પાસેથી લેવાની જવાબદારી તમારી રહેશે.
ત્યારબાદ ડો.પૂર્વશ ઢાકેચા ઇન્ડિયા હેલ્પ લાઈન અધ્યક્ષ દ્વારા સુરત મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કરીને માગણી કરી કે ઠેરઠેર લાગેલા હિન્દુ રાષ્ટ્ર સંકલ્પ સાથેના અખંડ ભારત દિવસના ધ્વજ ને કોઈ પણ નુકસાન કરશે કોઈપણ હટાવશે તો તેની સાથે શું થશે તેની જવાબદારી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રહેશે નહીં. તેને કોઈ અધિકારી પણ આ ધ્વજને હટાવી શકશે નહીં.
મેયર હેમાલીબેન બોઘાવાલાએ સકારાત્મક જવાબ સાથે બાહેધરી આપી અને કહ્યું કે, સર્કલ તોડી પાડવાની કડક કાર્યવાહીના શબ્દો સાથે માત્ર દોઢ કલાકની અંદર આઇસ્ક્રીમ કંપની એ ધ્વજ ફરી લગાવ્યો.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો લક્ષ્ય કોઈને નુકસાન કરવાનું નથી પરંતુ ધર્મ વિરુદ્ધ ની કોઈપણ પ્રવૃત્તિ થશે તો તેને ચાખી લેવામાં આવશે નહિ. તેવું ડોક્ટર પૂર્વશ ઢાકેચા એ આકરા શબ્દોમાં જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.