પ્રેમ લગ્નના કારણે મહેસાણામાં ગામલોકોએ આખા પરિવારને દૂધ-કરિયાણું, મંદિરમાં પ્રવેશ, પાણી બધું જ આપવાનું બંધ કર્યું

મહેસાણા(Mehsana): જિલ્લાના નાનકડા ગામ એવા પુદગામ ગણેશપુરા(Pudgam Ganeshpura) ગામમાં યુવક-યુવતી દ્વારા પ્રેમલગ્ન કરી લેતા તેમના માટે જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ બની ગયો છે. પ્રેમ લગ્નના કારણે ગ્રામજનોએ પ્રેમી યુગલ માટે ગામમાં રહેવું મુશ્કેલ કરી નાખ્યું છે. પુદગામ ગણેશપુરાના ગ્રામજનોએ પ્રેમી યુગલનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવા ઉપર ગ્રામજનોએ અલગ અલગ જ્ઞાતિના હોવાથી રોક લગાવી પ્રતિબંધ મૂકી દીધો છે.

ગ્રામજનની આવી તાલીબાની સજાના કારણે યુવક અને યુવતીએ જિલ્લા કલેક્ટ સહિત પોલીસ અધિક્ષક ને રજૂઆત કરવામાં આવી છે. બનાવની વિગતો એવી છે કે, મહેસાણા તાલુકાના ગણેશપુરા પુદ ગામના મયૂરી તથા વિશ્વાસ બંને જણાંએ 21-06-21 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન બાદ બંનેએ પતિ-પત્નીની તરીકે ગામમાં રહેતા હતા પરતુ આ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવક યુવતી અને પરિવાર જનોનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે.

હાલમાં આ લોકોને ધર વખરી સહિત જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે ગામથી ૧૫ કિલોમીટર વિસનગર જવું પડે છે તો બીજી બાજુ કોઈ ખરાબ બનાવ ના બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, ગામમાં પોલીસનો પહેરો તો છે પરંતુ તેનાથી પીડિત પરિવારની સમસ્યાનું સમાધાન આવી રહ્યુ નથી. પીડિત પરિવારને ગામમાં અનાજ-કરિયાણું, દૂધ-શાકભાજી મળતા નથી. ગલ્લાવાળા તેમની સાથે વેપાર નથી કરતા, ગામના મંદિરમાં પ્રવેશ અપાતો નથી તેમજ તેમના ખેતરમાં આવતું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહેસાણાનું ગણેશપુરા તાલિબાનમાં છે કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી ધરાવતા ભારતમાં આ સવાલ હવે સર્જાયો છે. પ્રેમ લગ્નની આવી ‘તાલિબાની’ સજાનો કિસ્સો ૨૧મી સદીમાં કેટલો યોગ્ય છે અને બંધારણીય કાયદાકીય રીતે આ પ્રકારના પ્રતિબંધોને તંત્ર કેવી રીતે ચલાવી શકે તે મોટો સવાલ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *