20 માર્ચ 2022: ફરી મોંઘુ થયું ક્રૂડ ઓઇલ- જાણો તમારા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલના ભાવ(Crude oil prices)માં સતત વધઘટ થઈ રહી છે. જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 108 ડોલર પર પહોંચી ગઈ છે.

આ વધારા વચ્ચે દેશમાં મોંઘવારીના મોરચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​એટલે કે 20 માર્ચનાં રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ રીતે સાડા ચાર મહિનાથી વધુ સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓએ સતત 136 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.

તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ: 
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા અને ડીઝલની કિંમત 89.12 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 96.71 રૂપિયા અને ડીઝલની કિંમત 90.72 રૂપિયા છે.
આણંદમાં પેટ્રોલની કિંમત 94.99 રૂપિયા અને ડીઝલની કિંમત 88.97 રૂપિયા છે.

ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.61 રૂપિયા અને ડીઝલની કિંમત 89.59 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.75 રૂપિયા અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા અને ડીઝલની કિંમત 90.16 રૂપિયા છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત  95.69 રૂપિયા અને ડીઝલની કિંમત 89.68 રૂપિયા છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલની કિંમત 89.33 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 95.03 રૂપિયા અને ડીઝલની કિંમત 89.02 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 95.50 રૂપિયા અને ડીઝલની કિંમત 89.50 રૂપિયા છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત 95.26 રૂપિયા અને ડીઝલની કિંમત 89.26 રૂપિયા છે.

પાટણમાં પેટ્રોલની કિંમત 95.17 રૂપિયા અને ડીઝલની કિંમત 89.17 રૂપિયા છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત 94.89 રૂપિયા અને ડીઝલની કિંમત 88.89 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 95.01 રૂપિયા અને ડીઝલની કિંમત 89.01 રૂપિયા છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત 94.74 રૂપિયા અને ડીઝલની કિંમત 88.72 રૂપિયા છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવા પાછળનું કારણ:
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તે દરમિયાન HPCL ઉપભોક્તા 9222201122 નંબર પર HP પ્રાઇસ મોકલીને કિંમત જાણી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *