dwarkadhish temple: દ્વારકાધીશ મંદિર પર આવી રહ્યું છે મસમોટું સંકટ… તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો

dwarkadhish temple: ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે દ્વારકાધીશ મંદિરને ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે દ્વારકાધીશ મંદિર પર સંકટ આવી રહ્યું છે. મળેલી મહીઓતી અનુસાર, દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ દ્વારકાધીશ મંદિરના પત્થરોમાં તિરાડો પણ જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવીજ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે. મળેલી માહિતી અનુસાર દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. દ્વારકાધીશ મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા, પથ્થરોના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જોઈન્ટ્સ ખૂલી જવા થી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે.

હજારો વર્ષોથી દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર અડીખમ ઉભુ રહ્યું છે, પરંતુ હવે આ મંદિર સમારકામ માંગી રહ્યું છે. ત્યારે બીજી તરફ જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે  સાત માળના શિખરના મોટા ભનાગ કમાન, પિલર, ફ્લોરીગમાં જોઈન્ટ ખૂલી રહ્યાં છે. દ્વારકાધીશ મંદિરમાં એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે.

ત્યારે બીજી તરફ મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જો આમ ને આમ થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *