મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બપોરે જ રાષ્ટ્રપતિ કોવિંદને રાજ્યમાં સરકાર રચનાની કોઈ સંભાવના ન દેખાતી હોવાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.
President’s Rule imposed in the state of #Maharashtra, after the approval of President Ram Nath Kovind. pic.twitter.com/tR3qW4xYbR
— ANI (@ANI) November 12, 2019
ભારતીય સંવિધાનની ધારા – ૩૫૬ ને અનુલક્ષી ને નિર્ણય લેવાયો.
રાષ્ટ્રપતિ નવી દિલ્હીથી બહાર હોવાના કારણે આ નિર્ણય લેવામાં મોડું થયું હતું. રાષ્ટ્રપતિ શ્રી પંજાબની મુલાકાતે હતા.આ અગાઉ બપોરે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરાઈ હતી. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં આવીને તરત જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પર મહોર મારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.