2019ની લોકસભા ચૂંટણીની ગરમીઓ વચ્ચે સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. સરકારી ક્ષેત્રની તેલ કંપનીઓએ રસોઈ ગેસના ભાવમાં વધારો કરી દીધો છે. દેશની રાજધાની દિલ્લીમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડના ભાવમાં 0.28 પૈસા અને મુંબઈમાં 0.29 પૈસાનો વધારો થયો છે. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર પર 6 રૂપિયા વધારવામાં આવ્યા છે. આ વધારો દિલ્લી અને મુંબઈ બંને મહાનગરોમાં થયો છે. સબસિડી અને સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર પર વધેલી કિંમતો આજે એટલે કે 1 મેથી લાગુ થઈ ગઈ છે.
હવે આટલામાં મળશે એલપીજી સિલિન્ડર
ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન મુજબ આ વધારા બાદ દિલ્લીમાં આજે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર 496.14 રૂપિયાનો મળશે. મુંબઈમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને 493.86 રૂપિયા ચૂકવવા પડશે. વળી, કોલકત્તામાં 499.29 રૂપિયા અને ચેન્નઈમાં 484.02 રૂપિયા એલપીજી સિલિન્ડરની નવી કિંમત હશે. આ ઉપરાંત સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર માટે દિલ્લીમાં હવે 712.50 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર 684.50 રૂપિયા મળશે. વળી કોલકત્તામાં આ સિલિન્ડરના નવા ભાવ 738.50 અને ચેન્નાઈમાં 728 રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સંચાલિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દેશનું સૌથી મોટુ ઈંધણ રિટેલર છે જો Indane બ્રાંડના હેઠળ એલપીજી સિલિન્ડર પૂરા પડે છે.
જો કે આ વર્ષે હજુ સુધી ચારે મહાનગરોમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 96થી 98.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. વળી, સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં આ વર્ષે હજુ સુધી 4.71 થી 4.83 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં એલપીજી ગ્રાહકોને બજાર કિંમતે એલપીજી સિલિન્ડર ખરીદવુ પડે છે. સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરને 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે જે ગ્રાહકોને સીધા તેમના બેંક ખાતામાં મળે છે. સબસિડીની રકમ મહિને દર મહિને આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફારના આધારે બદલાય છે.
એપ્રિલના મહિનામાં વધ્યા હતા ભાવ
તમને જણાવી દઈએ કે આ પહેલા હાલમાં જ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ગઈ એક એપ્રિલના રોજ સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર પર 25 પૈસા વધારવાં આવ્યા હતા. આ પહેલા ફેબ્રુઆરીના મહિનામાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડર પર 2.08 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર 42.50 રૂપિયા મોંઘો થયો હતો. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશને એલપીજી સિલિન્ડરમાં વધારાનું એલાન કરીને કહ્યુ હતુ કે ઈંધણના વધેલા બજાર મૂલ્ય પર ‘કર પ્રભાવ’ ના કારણે કિંમતોમાં વધારો કરવો જરૂરી હતો.