ગુજરાત(Gujarat): આજે વડનગર(Vadnagar)માં PM મોદીનાં માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાઈ છે. પિયર પક્ષનું બેસણું પણ વડનગરમાં હોવાથી તમામ લોકો વડનગરમાં હીરાબા(Hira baa)ને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે અને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આ પ્રાર્થના સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો હાજર છે. વડનગર ખાતે સ્વ.હીરાબાની શ્રદ્ધાંજલિ સભા હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવતા કહ્યું હતું કે, હીરાબાના અવસાન પછી એમના પરિવાર દ્વારા વડનગર ખાતે ધાર્મિક વિધિ મુજબ પ્રાર્થના સભા યોજવામાં આવી રહી છે. હીરાબાની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યે એમની જે ભાવના એના કારણે એમના પરિવારના સંબંધોના કારણે તેમજ તેમના દીકરા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમનો પરિવાર જે રીતે સમગ્ર જીવન વડનગરને આપ્યું તેને ધ્યાનમાં રાખીને આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, આજુબાજુના ગામડામાંથી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને રાજકીય નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો હીરાબાની પાર્થના સભામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે આ જ બતાવી રહ્યું છે કે હીરાબા પ્રત્યે ગુજરાતના નાગરીકોને કેટલો બધો પ્રેમ હતો.
અમે તમને જણાવી દઈએ કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્ણેશ મોદી, તેમજ પરષોત્તમ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિતનાઓ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. હીરાબાના નિધનને લીધે વડનગરમાં વેપારીઓ દ્વારા ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
વડનગરના વેપારીઓએ બંધ પાળીને આપી હતી શ્રદ્ધાજલી:
મહત્વનું છે કે, વડનગરના વેપારી એસોસિએશ દ્વારા સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. વેપારીઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી કે, વડાપ્રધાનના માતાનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળવામાં આવશે. નગરના સર્વે નાગરીકો આ દુઃખદ પ્રસંગે ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.