સુરત(Surat): સુરતના ચોર્યાસી(Choryasi) તાલુકાના મોરા ગામ(Mora village)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં આવેલ તપોવન ચિલ્ડ્રન સ્કુલ(Tapovan Children’s School)માં પ્રિન્સ નામના બાળક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પ્રિન્સીપાલ દ્વારા પ્રિન્સ નામના વિધાર્થીને ટોર્ચર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
સાથે એવી પણ માહિતી મળી રહી છે કે, શિક્ષક અને તમામ વિધાર્થીઓની વચ્ચે માસુમ બાળકને માર મારવામાં આવ્યો હતો અને પ્રિન્સીપાલ દ્વારા માસુમને ધમકી આપવામાં આવી હતી કે, તને પરીક્ષામાં ફેઈલ કરી દઈશ. તપોવન ચિલ્ડ્રન સ્કુલમાં માસુમને તેમના પિતાની સામે જ શાળાના વિધાર્થીઓ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. પ્રિન્સ નામના બાળકને પ્રિન્સીપાલ સામે માર મારવામાં આવ્યો તેમ છતાં શાળાના પ્રિન્સીપાલ મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી પ્રિન્સીપાલ દ્વારા પ્રિન્સ નામના બાળકને હેરાન અને ટોર્ચર કરવામાં આવે છે. સમગ્ર ઘટના અંગેની જાણકારી પોલીસને થતાની સાથે જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં તો પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, વિધાર્થી અને શિક્ષક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બંને વ્યક્તિને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.