પ્રિયંકા ચોપરા પતિ-પુત્રી સાથે રામલલાના દરબારમાં પહોંચી; અભિનેત્રીએ કહ્યું ,ભગવાનનાં દર્શન કરવા મારું સૌભાગ્ય છે…

Published on Trishul News at 12:01 PM, Thu, 21 March 2024

Last modified on March 21st, 2024 at 12:03 PM

Actor Priyanka Chopra: પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેના પતિ નિક અને પુત્રી માલતી સાથે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. દરમિયાન, હવે બોલિવૂડની દેશી ગર્લ તેની રામ મંદિર મુલાકાત દરમિયાનના કેટલાક વીડિયો અને ફોટા શેર કર્યા છે. પ્રિયંકા ચોપરાએ(Actor Priyanka Chopra) તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી પ્રિયંકા તેની પુત્રી માલતી મેરી અને નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. માલતીનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

પ્રિયંકા ચોપરાની દીકરી માલતીનો ક્યૂટ વીડિયો
આ ક્યૂટ વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી જોનાસને ‘અયોધ્યા’ બોલવા માટે કહે છે. આ પછી માલતી ‘અયોધ્યા’ ખૂબ જ પ્રેમથી અને સુંદરતાથી કહે છે. આના પર નિક જોનાસનું ક્યૂટ રિએક્શન પણ જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરાએ તેની પુત્રીને આપેલા સંસ્કાર માટે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે.દેશી ગર્લ તાજેતરમાં તેના પતિ નિક જોનાસ, પુત્રી માલતી અને માતા મધુ ચોપરા સાથે રામ મંદિરના દર્શને ગઈ હતી.

પ્રિયંકા ચોપરાના પરિવારનો દેશી અવતાર
આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા માલતી મેરીને તેની સાડીના પાલવથી ઢાંકતી જોવા મળે છે. દેશી ગર્લ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે તેના આખા પરિવાર સાથે રામલલાના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. આ પહેલા મંદિરના પૂજારી પ્રદીપ દાસ દ્વારા પ્રિયંકા, નિક અને માલતીની રામલલાના આશીર્વાદ લેતા અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. પ્રિયંકાએ રામ મંદિરના દર્શન કરવા માટે પીળા કલરની સાડી પહેરી હતી. નિક જોનાસે ક્રીમ રંગનો એમ્બ્રોઇડરીવાળો કુર્તો અને પાયજામા પહેર્યો હતો જ્યારે માલતી પરંપરાગત એથનિક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાનું વર્ક ફ્રન્ટ
પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે. અભિનેત્રી તાજેતરમાં રોમ-કોમ ‘લવ અગેન’માં સેમ હ્યુગનની સામે જોવા મળી હતી જે જર્મન ફિલ્મ ‘એસએમએસ ફર ડિચ’ની અંગ્રેજી રિમેક છે. તે ટૂંક સમયમાં ‘હેડ્સ ઓફ સ્ટેટ’ નામની ફિલ્મમાં ઇદ્રિસ એલ્બા, જોન સીના અને સ્ટીફન રૂટ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]