મોદી સરકારે પ્રિયંકા ગાંધીને ફટકારી નોટીસ- એક મહિનામાં જ ગાંધી પરિવારે કરવું પડશે આ કામ

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ ખાતે આવેલ બંગલાંને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.પ્રિયંકા ગાંધીએ આ બંગલો 1,ઓગષ્ટ પહેલા જ ખાલી…

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ ખાતે આવેલ બંગલાંને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.પ્રિયંકા ગાંધીએ આ બંગલો 1,ઓગષ્ટ પહેલા જ ખાલી કરવાનું કહી દેવામાં આવ્યું છે. પ્રિયંકાની SPG સુરક્ષા કાઢવામાં આવી હોવાથી આ બંગલો પણ તેમણે ખાલી કરવો પડશે.આ બાબતે ગાંધીને નોટીસ પણ આપવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રવક્તાએ મોદી સરકારના આ વલણની ટીકા કરી હતી.પ્રિયંકા ગાંધીને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો હુકમ આપ્યો છે.1 મહિનાની અંદર જ પ્રિયંકા ગાંધીને લોધી રોડ પર સ્થિત સરકારી બંગલા નં.35ને ખાલી કરવાનો રહેશે.પ્રિયંકા ગાંધી પર બંગલાનું રૂ.3,46,000 ભાડુ હજુ બાકી છે.SPG સુરક્ષા નહી મળવાના લીધે બંગલામાં રહી ન શકે.

મોદી સરકારના આ નિર્ણયને કોંગ્રેસના પ્રવક્તા ચરણસિંહ સપ્રાએ ટીકા કરી હતી.સપ્રાએ જણાવતાં કહ્યું હતું કે,આ પગલુ બદલવાંની ભાવનાથી લેવામાં આવ્યું હોવાનું જણાઈ આવે છે.મોદી સરકાર કોંગ્રેસના કાર્યકર્તાઓને નિરાશ કરી દેવા માંગે છે.પ્રિયંકા ગાંધીને ખતરો તો એ છે,કારણ કે તે રાજીવ ગાંધીની દીકરી છે,જેઓ આતંકી હુમલામાં શહીદ થઈ ગયાં હતા.જેઓ ઇન્દિરા ગાંધીના પ્રપૌત્રી છે,જેઓની બેરહમીથી હત્યા કરી દેવાઈ હતી.પ્રવક્તાએ મોદી સરકાર પર આરોપ મુક્યો છે,કે આપણે હિટલરરાજની તરફ આગળ વધતાં જઈ રહ્યાં છીએ.

એક સત્તાવાર જાહેરાતમાં આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે જણાવતાં કહ્યું છે કે,પ્રિયંકા ગાંધીને દિલ્હીના લોધી રોડ પર સ્તિથ બંગલો ખાલી કરવાની જાણ કરી દેવામાં આવી છે.અત્યારે હાલમાં તેમની પાસે હવે SPG સુરક્ષા પણ નથી.પ્રિયંકા ગાંધીને એ પણ જાણ કરી દેવામાં આવી છે કે,જો તે 1 મહિનામાં આ સરકારી બંગલો મુકશે નહી,તો તેમને દંડ પણ ફટકારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *