મહારાષ્ટ્ર સરકારે સાધુઓની હત્યા કરનારા તમામ આરોપીઓના નામ કર્યા જાહેર- થયો ચોંકાવનારો ખુલાસો

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં મોબ લિંચિંગમાં સંતો ડ્રાઈવરની હત્યા બાદ ઉદ્ધવ સરકાર ઘેરાતી જોવા મળી રહી છે. ઘણા પાક્ષિક અને કટ્ટરવાદી સંગઠનો આ વાતને…

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં મોબ લિંચિંગમાં સંતો ડ્રાઈવરની હત્યા બાદ ઉદ્ધવ સરકાર ઘેરાતી જોવા મળી રહી છે. ઘણા પાક્ષિક અને કટ્ટરવાદી સંગઠનો આ વાતને ધાર્મિક રંગ ચડાવવા ઉતાવળા બન્યા છે. સમગ્ર દેશમાં આ ઘટના સામે ગુસ્સો છે. ત્યારે દેશભરમાં આ બાબતે અલગ અલગ અફવાઓ ઉડી રહી છે, દેશ હાલમાં નાજુક પરિસ્થિતિ હેઠળ ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને પોતાના રોટલા શેકી રહ્યા છે. ત્યારે આ કેસને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ પકડાયેલા આરોપીઓના નામ જાહેર કરતા મોટો ખુલાસો થયો છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે,‘સીઆઈડીમાં એક ખાસ આઈજી સ્તરના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. પરંતુ હું જણાવવા માંગું છું કે પોલીસે ઘટનાના માત્ર 8 કલાકની અંદર 101 લોકોની ધરપકડ કરી છે. અમે આજે વોટ્સએપના માધ્યમથી આરોપીઓના નામ જાહેર કરી રહ્યા છીએ. આ લિસ્ટમાં કોઈ મુસ્લિમ નથી.’ મીડિયા રિપોર્ટ મુજબ આ સિવાય તેમણે કહ્યું કે,‘મોબ લિંચિંગ દરમિયાન એક વીડિયોમાં સંભળાયું કે ‘ઓએ બસ’. લોકોએ આને ઓનલાઇન વાયરલ કર્યો અને અમુક લોકોએ આને ‘શોએબ બસ’ કહ્યું.’

16 એપ્રિલની રાત્રે, મુંબઇના ત્રણ રહેવાસીઓ સુરત કોઈ અંતિમ ક્રિયામાં ભાગ લેવા માટે નીકળ્યા હતા. જેઓ દાદરા નગર હવેલી થઇ ગુજરાત પ્રવેશ કરવા માંગતા હતા. પરંતુ બોર્ડર પરથી તેમણે લોકડાઉનને કારણે પરત મોકલાયા જેને લીધે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગઢચિંચલે ગામ પહોચ્યા જ્યાં ગામના સ્થાનિક રહેવાસીઓને અફવા મળી કે આ લોકો બાળક ચોર છે, જેથી ટોળાએ ભેગા થઇ આ ઘટનાને અંજામ આપ્યો.

આ ઘટનામાં ટોળાની આગેવાની કરનાર મુખ્ય પાંચ આરોપીની ઓળખ જયરામ ધાકર, મહેશ સીતારામ રાવતે, ગણેશ દેવજી રાવ, રામદાસ આસારે, સુનીલ સોમજી રાવતે છે. આ સિવાય અજાણ્યા 400 થી 500 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ IPC 302, 120B, 427, 147, 148, 149 હેઠળ સરકારી વાહનને નુકસાન, 144 ભંગ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે અને પકડાયેલા આરોપીઓને શનિવારે જ કોર્ટમાં હાજર કરીને 30 મી એપ્રિલ સુધી રિમાન્ડ હેઠળ મોકલી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સાયબર પોલીસે રવિવારથી જ આ કેસ અંગે ટ્વીટ કરીને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવીને આ ઘટનાને કોમ્યુનલ રૂપ આપવાની પોસ્ટ કરી રહેલા તમામ એકાઉન્ટ્સની પણ શોધખોળ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવા તમામ એકાઉન્ટની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેથી તેઓ જે સામગ્રી પોસ્ટ કરે છે તેની ગંભીરતાના આધારે તેમની વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *