વડોદરા: પ્રોફેસરે વિદ્યાર્થીઓને પૂછ્યા આવા અશ્લીલ પ્રશ્નો. બધા જ વિદ્યાર્થીઓ…

પ્રોફેસર અશ્લીલ પ્રશ્નો પૂછ્યા

તારીખ 16 અને 17 જુલાઈના રોજ ફિઝીયોના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના એનેટોમી વિષયની પ્રિલીમનરી પરીક્ષાના વાયવા લેવાયા હતા. જેમાં એનેટોમી વિભાગના પ્રોફેસર ડો.એસ.કે નાગરે વિદ્યાર્થીનીઓને અભ્યાસના પ્રશ્નો ન પૂછીને અશ્લીલ અને અંગત પ્રશ્નો પૂછ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીનીઓએ લંપટ પ્રોફેસરની ડીન ડો.લેઉઆ સામે ફરિયાદ કરી હતી.

પ્રોફેસરની અશ્લીલ વાતો.

તુ ફોરેનર જેવી લાગે છે, તારે કુર્તી નહિ ખાલી શર્ટ અને પેન્ટ પહેરવાના… તને બોયફ્રેન્ડ શોધવામાં કોઈ તકલીફ નહિ પડે, મારા જેવો ચાલશે?, તુ મને બહુ ગમી ગઈ છે, મારા જેવાને બિપાશા બાસુ જોઈતી હોય તો ક્યાં જાય… તારો એક કલાક માટે વાયવા લઉ તો તને કંઈ વાંધો છે… વડોદરાની એમ એસ.યુનિવર્સિટીની બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીને એક પ્રોફેસર દ્વારા વાયવામાં આવા વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ફિઝીયોથેરાપી વિભાગની વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો કે, તેને કોલેજના પ્રોફેસર દ્વારા આવા અશ્લીલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે ફિઝીયોથેરાપી વિભાગની વિદ્યાર્થીનીઓએ પ્રોફેસરને હટાવવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ ગઈકાલે દોઢ કલાક સુધી કોલેજના કેમ્પસમાં નારેબાજી કરીને પ્રોફેસર વિરોધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમજ તેમને તાત્કાલિક ખસેડવાની માંગ કરી હતી.

પ્રોફેસરને હટાવવાની માંગ કરી.

વિદ્યાર્થીનીઓએ ડો.નાગરને ફાઈનલ પરીક્ષામાંથી હટાવવાની માંગણી કરી છે. વિદ્યાર્થીનીઓએ બનાવ સંદર્ભે આપવીતી સંભળાવતા કહ્યું કે, પ્રોફેસરને અમે કંઈ પણ ડિફીકલ્ટ પૂછીએ તો તેઓ પર્સનલમાં આવજો તેવુ કહેતા. એકસ્ટ્ર ક્લાસ લેવાની વાત કરીએ તો પણ પર્સનલમાં મળો તેમ કહેતા. વાયવામાં પણ તેઓ અશ્લીલ પ્રશ્નો પૂછતા હતા.

પ્રોફેસર નાગરનો ખુલાસો.

ફિઝીયોથેરાપી વિભાગની વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપો અંગે એનોટોમી વિભાગના પ્રોફેસર એસ કે. નાગરે કહ્યું કે, મેં અશ્લીલ પ્રશ્રો પૂછ્યા નથી. મને બદનામ કરવાનુ આ બધુ ષડયંત્ર છે. કમિટી સમક્ષ હું જવાબ આપીશ. કોઈ વિદ્યાર્થીનીને કોઈ દિવસ એકલી ઓફિસમાં નથી બોલાવી. વિદ્યાર્થીનીઓની ઈચ્છા હશે તો હું પરીક્ષાની કાર્યવાહીમાંથી હટી જઈશ. યુનિ. વાઈસ ચાન્સેલરને સામેથી હટાવવા માટે માંગ કરીશ. મારા હટાવવાથી વિદ્યાર્થીનીઓ ખુશ થતી હશે તો હું તૈયાર છું. મેં માત્ર એનાટોમી વિષયને લગતાં જ પ્રશ્રો પૂછયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *