ભાજપના “શૈતાન” બનેલા વિધાયકે મહિલાને ઢોર માર માર્યો, તે જ મહિલા પાસે બંધાવી રાખડી, જાણો વધુ

ગુજરાતમાં બનેલી મારામારીની શરમજનક ઘટનામાં નાટકીય વળાંક આવ્યો છે, જેમાં ભાજપના ધારાસભ્યએ ખૂલ્લેઆમ એક મહિલા સાથે મારામારી કરી હતી, તે ધારાસભ્ય મહિલા પીડિતાના ઘરે પહોંચી…

ગુજરાતમાં બનેલી મારામારીની શરમજનક ઘટનામાં નાટકીય વળાંક આવ્યો છે, જેમાં ભાજપના ધારાસભ્યએ ખૂલ્લેઆમ એક મહિલા સાથે મારામારી કરી હતી, તે ધારાસભ્ય મહિલા પીડિતાના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. લોકો ચોંકી તો ત્યારે ગયા હતા, જ્યારે પીડિત મહિલાએ હસતે મોઢે આરોપી ધારાસભ્યને રાખડી બાંધી હતી અને ત્યાર બાદ બધાએ એકબીજાને મીઠાઇ ખવડાવીને મોઢું પણ મીઠું કરાવ્યું હતું.

આ મહિલાએ કેવી રીતે ધારાસભ્યને માફી આપી દીધી અને કઇ રીતે રાખડી બાંધી તે તો હવે તેઓ જ જાણે, પરંતુ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મહિલાનો પણ વિરોધ થઇ રહ્યો છે, જેણે આવા વ્યક્તિને રાખડી કેમ બાંધી જેણે ખૂલ્લેઆમ એક મહિલાની મારપીટ કરી હોય. જ્યારે ધારાસભ્ય બલરામ થવાણીને મીડિયાએ પૂછ્યું હતું કે, શું તેઓ કોઇ પ્રેશરમાં છે, ત્યારે બલરામ થવાણીએ કહ્યું હતું કે એવું કંઇ નથી.  અમારી વચ્ચે જે પણ ગેરસમજણ હતી, તે હવે દૂર થઇ ગઇ છે. તમે નાની મેટરને મોટી ન બનાવો.

હોસ્પિટલમાં જાણો મહિલાએ શું કહેલું…

અમદાવાદમાં ભાજપના ધારાસભ્યએ ગઈકાલે પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી મહિલાને રસ્તા પર માર માર્યો હતો. આ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ધારાસભ્ય બલરામ થાવાણી પાસેથી ખુલાસો માંગ્યો છે. તો બીજી તરફ ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાની લેખિતમાં માફી માગવાનો ઈનકાર કર્યો છે. ત્યારે ભોગ બનનાર મહિલાએ પોતાની માગણી અને ધારાસભ્યએ તે મહિલા પર કરેલા આક્ષેપોને લઇને મીડિયા સાથે વાતચીત કરતી હતી.

ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, માફીને લઇને મેં કંઈ વિચાર્યું નથી. માફી આપવી છે કે, નથી આપવી. એ તો હું, મારા પતિ અને નીકુલ સિંગ તોમર સાથે બેસીને નક્કી કરીશું કે અમારે શું કરવું છે. જો માફ કરવાની વાત આવે છે. તો મારી જે માગણી છે, તે તેમણે પૂરી કરવી પડશે.

માગણીને લઈને મહિલાએ જણાવ્યું હતું કે, પહેલા તો મહિલાની સાથે આ લોકોનો જે વ્યવહાર છે, તે ન હોવો જોઈએ. મેં માર ખાધો એ જનતા માટે ખાધો, મને તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી. મારી સાથે જેવો વ્યવહાર થયો તેવો વ્યવહાર અન્ય કોઈ મહિલા સાથે ન થવો જોઈએ. મને અને મારા પતિને તેમનાથી કોઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. જે પાણીની લાઈન આ લોકોએ કાપી છે. એ લોકો કહે છે કે, એ ગેરકાયદેસર છે. તે પાણીની લાઈનો પાછી આ લોકોને આપવી પડશે.

મહિલાએ રજૂઆત કરવા બાબતે જણાવ્યું હતું કે, હું એવું ઈચ્છું છું કે, આ રીપોર્ટ ઉપર સુધી જાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમજી શકે કે, જે હું બોલું છું, એ મારા લોકો નથી કરી રહ્યા. તેઓ કહે છે કે, નારી સુરક્ષિત છે, ભાજપના રાજમાં. પણ ભાજપના રાજમાં એ જ લોકો નારીને સુરક્ષિત નથી રાખી રહ્યા.

મહિલાઓને પૈસા આપીને લાવવાના ધારાસભ્યના આક્ષેપ બાબતે પીડિતાએ જણાવ્યું હતું કે, બધી મહિલાઓને પૂછી લો કેટલા પૈસા લીધા છે. એ બધી મહિલાઓને ત્યાં ગટરનું પાણી આવે છે. કોઈની પાસે પાણી ન હતું એટલે ટેન્કર મગાવીને ચલાવી રહ્યા હતા. ગરમીના કારણે તેમને રોજ એક ટેન્કર પાણીનું જોઈતું હતું. પરંતુ તેમની પાસે ટેન્કરના આપવા માટે 400થી 500 રૂપિયા પણ ન હતા. એટલે એ મારી સાથે જોડાઈ હતી. કોઈ પૈસા લઇને આવ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *