સુરત(Surat): શહેરની સાસ્કમા કોલેજના પ્રોફેસરે ABVPનો ખેસ પહેરીને ભણાવતા NSUIએ વિરોધ નોંધવવામાં આવ્યો છે. સાથે જ આ પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. એનએસયુઆઇ શહેર મહામંત્રી નીલ શાહે કોલેજના ટ્રસ્ટીઓને ફરિયાદ કરતા કહ્યું છે કે, કોલેજના એક્સ-પ્રિન્સિપાલ અને હાલમાં BAના પ્રોફેસર ચિંતન મોદીએ ABVPનો ખેસ પહેરીને ક્લાસમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભેગા કરીને ભણાવી રહ્યા હતા. જે અત્યંત ગંભીર બાબત છે. જેથી તેમને તાત્કાલિક પણે સસ્પેન્ડ કરવા જોઇએ.
10 ટકા ફી વધારો પરત નહીં ખેંચાય તો NSUI દ્વારા કરવામાં આવશે ઉગ્ર વિરોધ:
ફીમાં 10 ટકાના વધારા સામે NSUIએ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ સાથે હોંબાળો મચાવ્યો હતો. કુલપતિને આવેદન આપતા કહ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ કોલેજ છોડી રહ્યા છે. ફી વધારો પરત ખેંચવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોઈના હિતને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છુંઃ પ્રોફેસર
પ્રોફેસર ચિંતન મોદીએ પ્રિન્સિપાલને પત્ર લખતા કહ્યું છે કે, આંબેડકર નિર્વાણ દિને મેં ભાષણ આપવામાં આવ્યું હતું. આ ABVP કાર્યક્રમનો ભાગ હતો. મારી ભૂલથી જો વિદ્યાર્થીઓના હિતને કોઈ હાની પહોંચી હોય કે લાગણી દુભાણી હોય તો હું દિલગીર છું અને વિદ્યાર્થીઓના હીત કે લાગણીને ઠેસ ના પહોંચે તેનું આગામી સમયથી ધ્યાન રાખીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.