સુરતમાં આમ આદમી પાર્ટીનું પાણીના બીલ હટાવવા આંદોલન- લોકોની ભીડ જોઇને ભાજપની ચિંતા વધી

સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) જ્યારથી વિપક્ષમાં આવી છે, ત્યારથી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નોનો જેમ બને તેમ હલ લાવી રહી…

સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) જ્યારથી વિપક્ષમાં આવી છે, ત્યારથી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નોનો જેમ બને તેમ હલ લાવી રહી છે. ત્યારે વધુ એક વખત સતા પક્ષ અને તંત્ર વિરુદ્ધ વોટર મીટર(Water meter)ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો છે.

જોવામાં આવે તો મોટાવરાછા સુદામાં ચોક નજીક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ વોટર મીટરને લઈને કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન બેનર થકી આપના કાર્યકર્તાઓએ ભારે રોષ વ્યકત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આ વિરોધ પ્રદર્શન દરમિયાન આજુબાજુની સોસાયટીના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. પાણીનો વેપાર બંધ કરો, પાણી બિલ બંધ કરો, જનતા ને લૂંટવાનું બંધ કરો સહિતના બેનરો સાથે આપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો.

જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ પણ પ્રભાતફેરી સ્વરૂપે તિરંગારેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા પાણીના મીટરને લઈને ઉગ્ર રોષ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *