11 દિવસના જેલવાસ બાદ AAPના નેતાઓ છૂટ્યા, ઇટાલિયા-ઇસુદાન સહિત 55 નેતાઓના જામીન મંજૂર

ગુજરાત(Gujarat): રાજ્યમાં 20 ડિસેમ્બરના રોજ કમલમ ખાતે થયેલા ઘર્ષણ પછી 21 ડિસેમ્બરેના રોજ આમ આદમી પાર્ટી(AAP)ના તમામ નેતાઓને ગાંધીનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ નેતા કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડી(Judicial custody)માં મોકલવામાં આવ્યા હતા. કારણ કે, રાયોટિંગ, છેડતી, મારામારી સહિત 19 કલમો હેઠળ ગુના દાખલ થયા હતા જે પછીઆજે કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. પહેલા કોર્ટે 28 મહિલા નેતાઓને જામીન આપ્યા હતા જે પછી હવે આજે આમ આદમી પાર્ટીના 55 નેતાઓને શરતી જામીન આપવામાં આવતા 11માં દિવસે જેલમાંથી છુટકારો થયો છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ કરવા માટે કમલમ પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે મોટું ઘર્ષણ થયું હતું. ત્યારબાદ બાદ 21 ડિસેમ્બરના રોજ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી,સહિત તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તમામ નેતા અને કાર્યકર્તાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા, તે પહેલા બનાવની મોડી રાત્રે કોર્ટમાં 26 મહિલા કાર્યકરોને રજુ કરવામાં અવી હતી. જેના જામીન નામંજૂર થતા મહિલાઓને આખી રાત સાબરમતી જેલમાં વિતાવવી પડી હતી.

ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી હતી. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરવામાં આવી છે. જેમાં કલમ 452, 353,353 A, 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 સહિતની કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ બિન જામીનપાત્રની કલમો ઉમેરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *