તાજેતરમાં ભરૃચ નજીકથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ રસ્તાના બાંધકામ અંગે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો જેમાં માત્ર ૨૪ કલાકમાં ૨ કીલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ વિગતે જોતા દિલ્હીથી વડોદરા અને વડોદરાથી મુંબઈ તરફ જતો ૮ લેઈન સિમેન્ટ ક્રોકીંટનો રસ્તો ભરૃચ તાલુકાના દયાદરા નજીકથી પસાર થાય છે. આ સડક નિર્માણમાં દુનિયામાં અભૂતપુર્વ ઘટના બની હતી જેમાં માત્ર ૨૪ કલાકના સમય દરમ્યાન બે કીલોમીટર જેટલો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
આ અંગેની માહિતી રસ્તો બનાવનાર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વડોદરાના એમ.ડી. અરવિંદ પટેલે આપી હતી. તેમના જણાવ્યા મુજબ ૧૨૦૦૦ કયુબીક મીટર પેવમેન્ટ કોલેટી ક્રોકીંટ રસ્તો તૈયાર કરાયો હતો.
જે અંગે સ્લીપફોમ પેવર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોડની જાડાઈ ૧૮.૭૫ મીલીમીટર છે તેમજ આ રસ્તાના નિર્માણ અંગે આશરે ૧૨૦૦ કરતા વધુ શ્રમિકો અને એન્જીનીયરો કામે લાગ્યા હતા. આ વિશ્વ રેકોર્ડ કરનાર રસ્તો ભરૃચના મનુબર-સાંપા સેકશન વચ્ચે બનાવાયો હતો. ગોલ્ડબુક ઓફ રેકોર્ડના મનિષ વૈષ્ણવ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાંથી એમ.કે.ચૌધરીએ ઈન્વેસ્ટીગેટર તરીકે હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle