ટ્રાફિક નિયમ ભંગનો દંડ લેવાને બદલે ઉઠક બેઠક કરાવનાર PSIને નોકરી ગુમાવવી પડી- વિડીયો થયો વાઈરલ

ગઇકાલથી ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ અને પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડ વસુલીને કાયદાનું જ્ઞાન કરાવી રહી છે.  પરંતુ એક ઘટના એવી બની કે જ્યાં ખાખીનો ખૌફ બતાવવા જનાર પોલીસ સબ ઇન્સ્પેકટરને નોકરી માંથી સસ્પેન્ડ થવું પડ્યું છે. પંચમહાલના કલોલમાં ટેમ્પો લઈને જતા 3 લોકોને રોડ પર જ સજા આપવામાં આવી છે. ટેમ્પો ચાલકે જરૂર ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે પરંતુ પોલીસ દ્વારા જાહેરમાં આ પ્રકારની સજા આપવી કેટલી યોગ્ય? PSI દ્વારા આ કાર્યવાહી કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ કર્યો છે. ત્યારે આ પ્રકારે કોઈ વ્યક્તિને જાહેરમાં સજા આપવી કેટલું યોગ્ય. પ્રત્યેક વ્યક્તિનું પોતાનું માન-સન્માન હોય છે.

પંચમહાલના કલોલમાં એક ટેમ્પો રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો અને આ ટેમ્પોની ઉપર ટેમ્પો ચાલકે બે મુસાફરોને બેસાડ્યા હતા. મુસાફરોની સુરક્ષા ન હોવાના કારણે પોલીસે દ્વારા ટેમ્પાને ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ PSIએ  ટેમ્પાના ડ્રાઈવર અને ટેમ્પાની ઉપર બેસેલા બે મુસાફરોને જાહેર રસ્તા પર ઉઠક બેઠક કરાવી હતી. ઉઠક બેઠક પછી પોલીસે ટેમ્પા ચાલક અને પેસેન્જરને નવા કાયદાઓ બાબતે સમજ આપીને આ પ્રકારની ભૂલ બીજીવાર ન કરવાની સૂચના આપીને જવા દિધા હતા. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને જાણ થતા ડ્રાઈવર અને પેસેન્જરને ઉઠક બેઠક કરાવનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *