સુરતથી એક સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે સુરત શહેરમાં PSI ની ગુંડાગીરી સામે આવી છે. જેમાં વેપારીનું માસ્ક ઉતરેલું જોઈને પત્નીની સામે જ લાફાવાળી કરી હતી. શું આ પ્રકારનું પોલીસનું વર્તન કેટલું યોગ્ય કહી શકાય? શું પોલીસને સામાન્ય જનતા પર હાથ ઉપાડવાનો અધિકાર છે?
આ બાબતે ઘટનાની જાણકારી આપતા આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ સોશિયલ મીડિયામાં સંગીન આક્ષેપ કરતા લખ્યું હતું કે, સુરતના ચૌટા પૂલ માં ખરીદી કરવા ગયેલા નીરજ ચાંદમલ જૈન તેમની પત્ની સાથે જ્યારે ખરીદી કરીને પાર્કિંગ તરફ આવી રહ્યા હતા ત્યારે માસ્ક થોડુંક નાકને નીચે હતું તે સમયે પોલીસની નજર અચાનક તેમની પર પડી અને તરત જ નીરજભાઈ સાથે બોલાચાલી કરી અને તેમને અને તેમની પત્નીને ચૌટાપુલ પોલીસચોકીમાં લઈ ગયા હતા.
દિનેશ કાછડિયાએ વધુમાં જણાવતા કહ્યું છે કે, પોલીસચોકીમાં લઈ જઈ ડી. કે. સોલંકી નામના સબ ઇન્સ્પેક્ટરે બે-ત્રણ લાફા મારી દીધા અને ગાળાગાળી પણ કરી લીધી કોઈપણ વાંક કે ગુના વગર આવી રીતનું વર્તન એક કપલ સાથે કરવા માટે ડી. કે. સોલંકી ને છૂટ કોણે આપી? નીરજભાઈ અને તેમના પત્ની તો હેબતાઈ ગયા આવું વર્તન જોઈને અને તેમણે માફી માગી અને દંડ ભરવા માટે તૈયાર થઈ 1000 રૂપિયા જેટલો દંડ ભરીયો પરંતુ તેમની એક જ ફરિયાદ રહી કે પોલીસ દ્વારા કેમ મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું?
દિનેશ કાછડિયાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઇને કહ્યું છે કે, આની તપાસ થવી જોઇએ પોલીસ ચોકી ના સીસીટીવી ચેક કરી સબ ઇન્સ્પેક્ટર સામે પગલાં ભરવા જોઇએ જેથી કરીને બીજી વખત કોઈની પર દબંગગીરી કરવાની કોશિશ ન કરે.
વધુંમાં જણાવતા કહ્યું છે કે, તાકાત હોય તો તમારા પોલીસ ચોકી ની આજુબાજુમાં દારૂના ધંધા અને બીજા પણ બે નંબરના ધંધાઔ બેફામ ચાલી રહ્યા છે એવા ગુનેગારોને પકડીને સજા કરાવો તો ખાખી વર્દી ની ઈજ્જત વધશે બાકી આવા નિર્દોષોને મારવાથી કોઈ ફાયદો તમને થવાનો નથી કારણકે સુરત શહેરના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.