હાલના યુવાનો પબજી અને લુડો જેવી ગેમ વધારે રમી રહયા છે. ત્યારે અમદાવાદમાં પબજી અને લૂડો ગેમ રમતા એક યુવકે પૈસા માટે ઘરમાં જ છેતરપિંડી કરતા અચકાતા નથી.સાબરમતીમાં રહેતા વૃધ્ધાના પૌત્રએ પોતાના મોજશોખ પુરા કરવા માટે દાદીના એકાઉન્ટમાંથી રૂપિયા ૨,૭૧,૩૫૯ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. આ વિશે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આરોપી પૌત્રની ધડપકડ કરી છે.
સાબરમતીમાં રહેતા નીમીષાબહેન પંકજભાઈ શાહના કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાંથી ૨૭ સપ્ટેમ્બરથી ૨૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન તેમની જાણ વગર રૂપિયા ૨,૭૧,૩૫૯ ડેબિટ થઈ ગયા હતા. આ નાણાં અલગ અલગ બેન્ક ખાતાઓમાં પેટીએમ એકાઉન્ટમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ક્રેડિટ થઇ હતી.આ ઉપરાંત,નીમીષાબહેનનો બેન્ક રજીસ્ટર મોબાઈલ નંબર રીચાર્જ ન કરાવવાને કારણે બંધ થઈ ગયો હોવા છતા એક્ટીવ બતાવતો હતો. જેને પગલે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેના કારણે પોલીસે વૃધ્ધાના બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર થયેલ મોબાઈલ નંબરની માહિતી એકત્ર કરી હતી. જેમાં અજાણ્યા મોબાઈલ ડિવાઈસના આઈ.એમ.ઈ.આઈ ની માહિતી મેળવતા તે મિનીષાબહેનના પૌત્ર દેવ જીગરભાઈ શાહ(ઉ.વ.૧૯)નો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસે તેનો મોબાઈલ અને કેટક મહિન્દ્રા બેન્કનું ડેબિટ કાર્ડ લઇ લીધું હતું.
પુછપરછ દરમિયાન દેવએ જણાવ્યું કે,તેને પબજી અને લુડો રમવાનો શોખ હતો તેમજ મોજશોખ પુરા કરવા પૈસાની જરૂર પડતા તેને દાદીના બેન્ક ખાતામાં સારૂ એવું બેલેન્સ પડયું હોવાની ખબર પડી હતી.તેણે દાદીનો ખાતામાં રજીસ્ટર થયેલ મોબાઈલ ચાલુ કરાવી આ નંબરનું પેટીએમ એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં પેટીએમ એકાઉન્ટમાં દાદીના બેન્ક ડેબિટ કાર્ડને આધારે ખાતુ લીંક કરી યુ.પી.આઈ ટ્રાન્ઝેક્શન ને આધારે આ રકમ કાઢી છેતરપિંડી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle