વિધાર્થીઓ કરો જલસા: 25 તારીખે રાજ્યભરની તમામ શાળામાં જાહેર રજા- જાણો શા માટે?

ગુજરાત(Gujarat): રાજ્યભરના તમામ વિધાર્થીઓ માટે મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. રાજ્યની તમામ શાળાઓમાં આગામી 25 સપ્ટેમ્બર(September 25)ના રોજ જાહેર રજા રહેશે. આ સમાચાર સાંભળીને રાજ્યના તમામ વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ શા માટે રજા જાહેર કરવામાં આવી છે તે અંગે અમે તમને જણાવી દઈએ.

સમગ્ર રાજ્યની શાળાઓમાં રજાઓ એટલા માટે જાહેર કરી દેવામાં આવી છે કે, રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ(Gujarat Board of Education)ની ચૂંટણી આગામી 25મીએ યોજાનાર છે. જેને લીધે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ(Secondary and higher secondary schools)માંથી નોંધાયેલા વિવિધ સંવર્ગના મતદારો મતદાન કરી શકે તે માટે 25મી સપ્ટેમ્બરે રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે.

જોવા જઈએ તો ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતે અંદાજે બે વર્ષ મોડી યોજાઈ રહી છે અને જેમાં સરકારના નવા એક્ટ સુધારા બાદ માત્ર 9 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ રહી હોઈ ભારે હલચલ આ વખતની ચૂંટણીમાં જોવા મળશે તેવી પુરેપુરી શક્યતાઓ છે. 25મી સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રોમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે. જે ચુંટણીના દિવસે વિવિધ સંવર્ગના શિક્ષક મતદારો મતદાન કરી શકે તે માટે બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 25મી તારીખે જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર કરીને ખાસ એ પણ તાકીદ કરવામા આવી હતી કે નિવૃત્તિ, રાજીનામુ કે કોઈ અન્ય કારણોસર જે તે સંવર્ગનો હોદ્દો મતદાનના દિવસે હાજર નહિ હોય તો મતદાનને પાત્ર ગણવામાં આવશે નહી, જેને લીધે મતદાન કરવુ બિનઅધિકૃત ગણાશે. જેથી મતદાન માટે મતદાર તરીકેનું નામ નોંધાયેલુ હોય તેવુ નમુના ખ મુજબનું પ્રમાણપત્ર જે તે શાળા તરફથી કે વ્યક્તિગત રીતે ફરજીયાત આપવાનુ રહેશે.

જો કે સામેના ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લેતા ચૂંટણીની તારીખ નજીક હોવાથી બોર્ડ દ્વારા નમુખા-ખ મુજબનું પ્રમાણપત્ર ફરજીયાત આપવામાંથી છુટકારો આપવામાં આવ્યો છે અને નવા પરિપત્ર મુજબ હવે પ્રમાણપત્ર આપવાની જરૂરિયાત નથી. જો કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ ફોટા સહિતનુ કોઈ પણ ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરીને જ ચુંટણી દરમિયાન મતદાન કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *